Western Times News

Gujarati News

પિરામલ ફાઉન્ડેશન અને ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે ભારતમાં આદિવાસીઓના આરોગ્ય મુદ્દે સહયોગ

નવું જોડાણ 2030 સુધીમાં સાતત્યપૂર્ણ વિકાસ ધ્યેય3 હાંસલ કરવાના ભારત સરકારના અભિયાનના ટેકામાં આદિવાસી જિલ્લામાં આરોગ્ય અને પોષણ સુધારવા કામ કરશે

પિરામલ ફાઉન્ડેશને આજે આદિવાસીઓના આરોગ્ય માટે જોડાણ (ટ્રાઇબલ હેલ્થ કોલેબોરેટિવ)ની સ્થાપનાની જાહેરાત કરી હતી અને આ અભિયાનમાં ધ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પ્રથમ ભાગીદારોમાંની એક હશે. અનેક હિસ્સેદારો ધરાવતા આ જોડાણમાં હાઇ-બર્ડન ટીબી અને આદિવાસી જિલ્લાઓ (એસ્પિરેશનલ જિલ્લા સહિત)માં આરોગ્ય અને પોષણની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. 2030 સુધીમાં સસ્ટેનેબેલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) 3 હાંસલ કરવાની દિશામાં કામગીરી કરી રહેલી ભારત સરકારને ટેકો આપવાનો કંપનીનો હેતુ છે. SDG3 તમામને તંદુરસ્ત જીવન સુનિશ્ચિત કરવા અને સુખાકારી વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

ધ ટ્રાઇબલ હેલ્થ કોલેબોરોટિવ તમામને આરોગ્ય કવચ આપવાના ભારતના પ્રયાસો હાંસલ કરવા ટેકો આપવા સરકાર સાથે નજીકથી કામ કરશે. તેનો હેતુ સમાજના છેવાડાના વર્ગો, ખાસ કરીને આદિવાસી સમુદાયોની જરૂરિયાત પૂરી કરવા હાઇ-પર્ફોમિંગ સસ્ટેનેબલ હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો ધ્યેય છે, જેમાં મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત વિવિધ જિલ્લામાં 15 કરોડથી વધુ વસતિને આવરી લેવામાં આવશે.

પિરામલ ફાઉન્ડેશનના સ્થાપક અજય પિરામલે જણાવ્યું હતું કે, અમે 2030 સુધીમાં SDG3 ધ્યેય હાંસલ કરવાના ભારતના વિઝનને ટેકો આપવા માટે પ્રતિબધ્ધ છીએ. સમાજના છેવાડાના લોકોના જીવનનું ઝડપથી પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાથી વ્યાપક અસર પડશે.

પિરામલ ફાઉન્ડેશન ભારતમાં 25 એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત ભારતનાં અનેક રાજ્યોમાં વંચિત સમુદાયો સાથે કામ કરીએ છીએ. સમસ્યાની જટિલતા અને વ્પાપન જોતાં અમે માનીએ છીએ કે સરકારના પ્રયાસોને ટેકો આપી રહેલાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન જેવી સમાન વિચારધારા ધરાવતી અને મૂલ્ય આધારિત સંસ્થા સાથે ભાગીદારી જેની ખૂબ જરૂર છે તે વેગ આપશે. અમારા સૂચિત જોડાણનો હેતુ ભારતમાં આરોગ્યનું લોકશાહીકરણ કરવા માળખું ઘડીને સમુદાયનો અવાજ બનીને સરકાર, સંગઠન અને સખાવતીઓની કામગીરી સાથે એકરસ થવાનો છે.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેર બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, “ભારત દ્વારા આરોગ્ય અને પોષણ, ખાસ કરીને વંચિતો માટે ફોકસ અને SDG3ને પહોંચી વળવા ખૂબ મહત્વનાં છે. અમે વિશ્વના સૌથી ગરીબ લોકોનું આરોગ્ય અને સુખાકારી સુધારવા માટેના સરકારના કામમાં ભાગીદારી કરવા આતુર છીએ.”

ભારતની આદિવાસી વસતિના આરોગ્ય માપદંડોને દેશના અન્ય લોકો સાથે સરખાવીએ તો તેમનું આરોગ્ય નબળું છે. ભારતમાં સરેરાશ મૃત્યુ દર પ્રતિ એક લાખ જન્મ દીઠ 130 છે, જ્યારે આદિવાસી સમુદાયમાં આ પ્રમાણ 230 છે. આ જ રીતે, બાળ મૃત્યુદર, બાળ કુપોષણ દર અને મલેરિયા તથા ટીબીના રોગીઓ જેવા આરોગ્યના માપદંડો પણ સામાન્ય વસતિ કરતાં આદિવાસી સમુદાયમાં ઊંચા છે.

આ જોડાણ બે સ્તંભ પર રહેશેઃ સરકાર સાથે નજીકથી કામ કરવું અને આદિવાસી સમુદાય માટે સરકાર દ્વારા થતી કામગીરીમાં સાથે મળીને અમલ કરવો અને સહયોગ કરવો.

પ્લેટફોર્મમાં ચાર મુખ્ય કામ આ પ્રમાણે છેઃ

  1. તમામ સ્તરે સરકારના વિભાગો સાથે ભાગીદારીમાં જન આરોગ્ય કામગીરીના અમલીકરણમાં મદદ કરવી.
  2. જિલ્લા વહીવટીતંત્ર સાથે નજીકથી કામ કરીને જિલ્લાઓમાં નોલેજ શેરિંગનો વિકાસ
  3. સુધારેલી આરોગ્ય સેવાઓ માટે જિલ્લા સ્તરનો મહત્તમ ઉપયોગ
  4. સારું સંચાલન અને જવાબદેહિતા સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ અને તમામ સ્તરે કિફાયતી અને સુગમ પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા ઇન્ટીગ્રેટેડ બેનિફિસિયરી-ફોકસ્ડ હેલ્થ ટેકનોલોજી પ્લેટફોર્મ રચવું.

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, પિરામલ ફાઉન્ડેશન અને જાહેર થનારા વધારાના પાર્ટનર્સની ભાગીદારીમાં 2020ના પ્રારંભમાં આ જોડાણની જાહેરાત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.