મોડાસાની જીતપુર હાઈસ્કૂલમાં સંચાલક મંડળ દ્વારા પુરવઠા મંત્રીનું સ્વાગત કરાયું
(પ્રતિનિધિ) મોડાસા, આજરોજ મોડાસા તાલુકામાં શ્રી જીતપુર કેળવણી મંડળ અને શાળા પરિવારના ઉપક્રમે મોડાસાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનો સી.એમ.સુથાર હાઇસ્કુલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં મંડળના પ્રમુખ શામળભાઈ પટેલ અને સંચાલક મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા મંત્રીશ્રીનું ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું હતું.પ્રારંભે પ્રમુખ શામળભાઈ પટેલે મંત્રીશ્રીના જીવન ઝરમર વિશે ટૂંકમાં પરિચય આપી એમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
જ્યારે સન્માનના જવાબમાં મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે પોતે આ શાળાના ભૂતપૂર્વ વિધાર્થી તરીકેની યાદ તાજી કરી હતી અને પોતાના જીવનમાં એમણે કરેલા સંઘર્ષ અને પુરુષાર્થ વિશે વાત કરી હતી.