ખેડબ્રહ્મામાં પક્ષી બચાવો રેલી યોજાઇ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઉતરાયણ પર્વ પર લોકો દ્વારા ચાઈનીઝ દોરી દ્વારા પતંગો ચગાવતા આકાશમાં ઉડતા નિર્દોષ પંખીઓની પાંખો કપાઈ જાય છે અને નીચે પડી કમોતે તેમના મરણ થાય છે. ત્યારે આવા પક્ષીઓને બચાવવા તથા રોડ પર બાઈક ચાલકોના ગળે દોરી આવતા દર વર્ષે કેટલાય લોકોના ગળા કપાઈ મોત નીપજેછે અથવા ઘાયલ થાય છે.
ત્યારે આવા બનાવ ન બને અને પક્ષીઓ તથા બાઇક ચાલકો ઘાયલ ન થાય તે માટે ખેડબ્રહ્મા વન વિભાગના નોર્મલ તથા વિસ્તરણ શાખાના આરએફઓ નરેશભાઈ ચૌધરી તથા અજયસિંહ ભાટીના માર્ગદર્શન તળે વન વિભાગ દ્વારા બંને શાખાના સ્ટાફ, જીવદયાનો સ્ટાફ તથા કે.ટી હાઈસ્કૂલનો સ્ટાફ તથા બાળકો દ્વારા ખેડબ્રહ્માના રસ્તા ઉપર રેલી યોજાઇ હતી. બાળકોએ પક્ષી બચાવો અને ચાઈનીઝ દોરી બંધ કરો જેવા સૂત્રો પોકાર્યા હતા. આ રેલીને રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએએ લીલી જંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું