Western Times News

Gujarati News

ગજરાજ સમૂહને શણગારીને જમાલપુર જગન્નાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં ગજરાજોનું પૂજન-અર્ચન

દેશમાં સૌ પ્રથમ વખત  S.P.C.A.( એસપીસીએ) વેબસાઈટ “ ગુજરાતમાંથી અમદાવાદ જીલ્લા S.P.C.Aદ્વારા લોંચ કરવામાં આવી છે. જેના દ્વારા પણ આજનાં  “સ્નેહ-મિલન” જેવા અને પ્રતિદિન અમદાવાદ જીલ્લા S.P.C.A.  ( એસપીસીએ)  નાં સભ્યો દ્વારા થત્તી જીવદયાની વિવિધ રચનાત્મક-સેવાકીય પ્રવૃત્તિઓ, કાર્યક્રમો વ્યાપકપણે ઉજાગર થઈ રહ્યાં છે, જેના દ્વારા પણ જીવદયા પ્રેમીઓનો એકબીજા સાથે વૈચારિક સમન્વય દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે.

અમદાવાદ જીલ્લા S.P.C.A. .( એસપીસીએ)  સ્નેહ-મિલનનાં આમંત્રિત તમામ મહેમાનોનું ભાવપૂર્વક સન્માન “શ્રીજગન્નાથ મંદિર” નાં પ્રમુખ-સંચાલક “શ્રી મહેન્દ્રભાઈ ઝા” દ્વારા “મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ નાં આશિર્વચન” સાથે કરવામાં આવેલ. આ અંગે શ્રી દિલીપભાઈ શાહ (વાઇસ ચેરમેન, અમદાવાદ જિલ્લા એસપીસીએ- ગુજરાત સ્ટેટ શ્ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ) તથા  જીવદયા પ્રેમી કપિલ ઠક્કર ઉપસ્થિત રહ્યા. (તમામ તસવીરો – જયેશ મોદી, અમદાવાદ)

શ્રી દિલીપભાઈ શાહ (વાઇસ ચેરમેન, અમદાવાદ જિલ્લા એસપીસીએ- ગુજરાત સ્ટેટ શ્ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ) જણાવ્યું હતું કે સ્થાયી સદસ્યોને સમગ્ર વર્ષ દરમિયાન જીવદયાનાં ક્ષેત્રે કોઈને કોઈ રીતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની તક મળે એવા આશયથી આજનાં સ્નેહમિલન સાથે પ્રખર જીવદયા પ્રેમી કપિલ ઠક્કરનાં આજના જન્મદિન નિમિત્તે ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રામાં પ્રતિવર્ષ સામેલ થતાં ગજરાજ સમૂહને શણગારીને મંદિરના મુખ્ય પ્રાંગણમાં ગજરાજોનું સનાતન ધર્મની પરંપરામુજબ પૂજન-અર્ચન કરીને, મહાઆરતી કર્યા બાદ પ્રત્યેક ગજરાજોને પ્રિય એવા ફળફળાદી, લીલોતરી શાકભાજી, ગોળ જેવી વિવિધ ખાદ્ય સામગ્રીઓની બનેલ વિશાળ “પ્રાકૃતિક કેક” આમંત્રિત મહેમાનશ્રીનાં હાથોહાથ નૈવેધ- પ્રસાદરૂપે જમાડવાનો એક વિશિષ્ટ પ્રકારની જન્મદિને ઉજવણી અમદાવાદ જીલ્લા S.P.C.A. ના સ્થાયી સદસ્યોનાં સ્નેહમિલન સાથે યોજવામાં આવેલ.

સ્થાયી સદસ્યોને સમગ્ર વર્ષ દરમિયાન જીવદયાનાં ક્ષેત્રે કોઈને કોઈ રીતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની તક મળે એવા આશયથી આજનાં સ્નેહમિલન સાથે પ્રખર જીવદયા પ્રેમી કપિલ ઠક્કર નાં આજના જન્મદિન નિમિત્તે ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રામાં પ્રતિવર્ષ સામેલ થતાં ગજરાજ સમૂહને શણગારીને મંદિરના મુખ્ય પ્રાંગણમાં ગજરાજોનું સનાતન ધર્મની પરંપરા મુજબ પૂજન-અર્ચન કરીને, મહાઆરતી કર્યા બાદ પ્રત્યેક ગજરાજોને પ્રિય એવા ફળફળાદી, લીલોતરી શાકભાજી, ગોળ જેવી વિવિધ ખાદ્ય સામગ્રીઓની બનેલ વિશાળ “પ્રાકૃતિક કેક”  આમંત્રિત મહેમાનશ્રીનાં હાથોહાથ નૈવેધ- પ્રસાદરૂપે જમાડવાનો એક વિશિષ્ટ પ્રકારની જન્મદિને ઉજવણી અમદાવાદ જીલ્લા S.P.C.A. ના સ્થાયી સદસ્યોનાં સ્નેહમિલન સાથે યોજવામાં આવેલ.

ગણેશ મહોત્સવ જેવા “રાષ્ટ્રીય પાવન મહોત્સવ” નો મુખ્ય આશય શ્રી ગણેશ ભગવાનનાં ગુણોની સ્તુતિઆરાધના કરવાનો હોય છે. પરંતુ દેખાદેખીમાં આપણે P.O.Pની “શ્રી ગણેશ ભગવાન” ની મૂર્તિઓની સ્થાપના કરીને નદી-નાળાતળાવો માં વિસર્જન કરીને અન્ય તમામ જીવો અને પરિણામ સ્વરૂપે માનવજાતનાં માટે પણ જોખમ ઉભું કરીએ છીએ અને એ દ્વારા પર્યાવરણને પણ ખૂબ જ મોટું નુકશાન પહોંચાડીએ છીએ. જેના પર આ પ્રકારે શ્રી ગણેશ ઉત્સવ ઉજવવાથી કેટલાંક અંશે રોક લાગી શકે એમ છે – એ અમારો મુખ્ય આશય અને સંદેશો છે.આ પ્રકારે શ્રી ગણેશ ભગવાનનાં અંશ સ્વરૂપ-જીવંત ગજરાજોની પૂજા-અર્ચના દ્વારા ગજરારોજનું પણ સાચી દિશામાં સંરક્ષણ અને સંવર્ધન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.