BAPS સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને આદર્શોને જીવંત રાખવા પ્રયત્નશીલ: હરદીપ સિંહ પુરી
સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
લંડન મંદિરમા આર્કિટેક્ટ તરીકે જેમણે સેવા આપી હતી તેવા શ્રી નાઈજલ લેનનો વિડિયો શુભેચ્છા સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક, મહાન વ્યક્તિત્વ વિષે પોતાની ભાવોર્મિ વ્યક્ત કરી હતી.
અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું,
“હું આજે ખૂબ જ ગૌરવ અનુભવું છું કારણકે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું કારણકે તેઓએ દુનિયાને સંતત્વ અને સાદગી શીખવાડી છે. તેઓ સાચા અર્થમાં સમગ્ર “માનવજાતના ગુરુ” હતા. ભુજ ભૂકંપ વખતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાએ કરેલા રાહતકાર્યો અને યુકેન યુદ્ધ વખતે મહંતસ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ કરેલા રાહતકાર્યો અભૂતપૂર્વ છે. તેના માટે હું આપનો આભારી છું કારણકે હું એ રાહતકાર્યોનો સાક્ષી રહ્યો છું.
આજે આ બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો અને આદર્શોને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ છે.”
ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી જનરલ. ડો.વી.કે. સિંહે જણાવ્યું,
“હું ૮૦,૦૦૦ સ્વયંસેવકોને વિનંતી કરું છું કે તમે તાળીઓથી ખુદને વધાવી લો, કારણકે તમે ખુબ મોટું સમર્પણ કર્યું છે અને જે કાર્ય બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તે બીજે ક્યાય જોવા મળતું નથી. બીએપીએસ સંસ્થા દેશ અને માનવતા માટે દરેક કુદરતી અને કૃત્રિમ આપતિઓ વખતે સતત પ્રયત્નશીલ રહી છે અને યુક્રેન યુદ્ધ વખતે ૧૧ દેશોના સ્વયસેવકોએ આવીને રાહતકાર્યનો આરંભ કર્યો તે માટે હું આ સંસ્થા અને સ્વયંસેવકોને શત શત નમન કરું છું.
પ્રમુખસ્વામી મહારાજ એવા વિરલ સંત હતા જેઓ જન જનના હૈયા સુધી પહોચ્યા હતા અને દરેકના પ્રશ્નો સાંભળીને તેઓને શાતા આપી છે.”
હિન્દુજા પરિવારના માનનીય શ્રી ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ફક્ત કુશળ પ્રબંધક જ નહોતા, પરંતુ તેઓ શ્રેષ્ઠ કાર્ય કરી શક્યા તેનું કારણ એ હતું કે તેઓ સઘળા કાર્યનો યશ ભગવાનને ચરણે ધરી દેતા હતા. લંડન મંદિરનું સર્જન કપરા ચઢાણ વાળું હતું, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે તે સર્જી બતાવ્યું.
તેમનો પરિચય થયો એ અમારું સદ્ભાગ્ય છે. અમે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સંતો-ભક્તોમાંથી ઘણું શીખ્યા છીએ. હું તમને વિનંતી કરું છું કે સમાજમાં સારપ ફેલાવતા રહેજો. મહંતસ્વામી મહારાજે અને સ્વયંસેવકોએ અહી જે કાર્ય કર્યું છે તે અદભૂત છે.”
રવિવારની સભામાં આમંત્રિત મહાનુભાવો :
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ, સ્થાપક અને આધ્યાત્મિક વડા – શ્રીમદ રાજચંદ્ર મિશન
શ્રી હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી – ભારત સરકાર
જનરલ. ડો.વી.કે. સિંહ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી – ભારત સરકાર
પદ્મશ્રી બેરી ગાર્ડિનર, બ્રેન્ટ નોર્થ, સંસદ સભ્ય – યુકે
પદ્મશ્રી બોબ બ્લેકમેન, હેરો ઈસ્ટ, સંસદ સભ્ય – યુકે
શ્રી એલેક્સ એલિસ, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર
ડો. વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, રાજ્ય કેબિનેટ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર
શ્રી પી.કે. મહેરા, એર માર્શલ (નિવૃત્ત) – ભારત સરકાર
શ્રી મનોજ લાડવા, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ- ‘ઈન્ડિયા ઇન્ક’. ગ્રુપ
શ્રી વિજય દરડા, ચેરમેન – લોકમત મીડિયા ગ્રુપ
શ્રી રાકેશ સિંહ, સંસદ સભ્ય (જબલપુર મતવિસ્તાર)
શ્રી જયેશ શાહ, ચેરમેન – શ્રી નમન ગ્રુપ
શ્રી અશોક જૈન, મેનેજિંગ ડિરેક્ટર – જૈન ગ્રુપ
શ્રી અનિલ કુમાર મિત્તલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર – KRBL લિમિટેડ
શ્રી રાકેશ ચૌરસિયા, પ્રખ્યાત ભારતીય વાંસળીવાદક
શ્રી પીટર કૂક, બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર, ગુજરાત અને રાજસ્થાન
માનનીય શ્રી ગોપીચંદ હિન્દુજા અને અશોક હિન્દુજા, હિન્દુજા પરિવાર