શોની ક્વોલિટીમાં સહેજ પણ ઘટાડો નથી થયો: પ્રિયા આહુજા
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયાની પોપ્યુલર સીરિયલ છે. છેલ્લા ૧૪ વર્ષથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ટીઆરપીમાં પણ ટોપ-૧૦માં સ્થાન મેળવવામાં સફળ રહે છે. પાછલા થોડા વર્ષોમાં સીરિયલમાંથી કેટલાક કલાકારોએ એક્ઝિટ લઈ લીધી છે.
દિશા વાકાણીથી માંડીને શૈલેષ લોઢા અને રાજ અનડકત સુધીના એક્ટર્સ શો છોડી ચૂક્યા છે. હવે તાજેતરમાં જ ડાયરેક્ટર માલવ રાજદાએ સીરિયલને અલવિદા કહ્યું હતું. શરૂઆતથી શો સાથે જાેડાયેલા ડાયરેક્ટરે સાથ છોડી દેતા ટીઆરપી ઘટી જશે તેવી ચર્ચા ચાલી રહી છે.
ત્યારે આ મુદ્દે શોમાં રિટા રિપોર્ટરનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા આહુજાએ પ્રતિક્રિયા આપી છે. પ્રિયા આહુજાએ ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે. પ્રિયા રિટા રિપોર્ટરના રોલમાં શોમાં આવતી-જતી રહે છે. શોમાંથી મહત્વનું પાત્ર કરી ચૂકેલા એક્ટરો એક્ઝિટ લઈ ચૂક્યા છે તેમ છતાં દર્શકો હજી પણ શોને માણે છે. છેલ્લા થોડા મહિનાઓથી દર્શકો શોને બંધ કરવાની માગ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે, હવે શોમાં પહેલા જેવી મજા નથી રહી. શોની ટીઆરપીને લઈને પણ ફેન્સ ચિંતિત છે. શોની ટીઆરપી ઘટી રહી હોવાના લોકોના દાવા પર પ્રિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, શોની ક્વોલિટીમાં કોઈ ઓટ નથી આવી. આ તો ફક્ત લોકોનો દ્રષ્ટિકોણ છે.
મને કદી પણ આ આ ટીઆરપીની નંબર ગેમ સમજાઈ નથી. જાેકે, હું નથી માનતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બંધ થવાની અણીએ છે. શોની ક્વોલિટી વિશે વાત કરતાં પ્રિયાએ કહ્યું, “ટીઆરપી ઉપર-નીચે થતી રહે છે કારણકે આજકાલ લોકો ટીવી શો ઉપરાંત ઘણી વસ્તુઓ જાેવા લાગ્યા છે.
આજકાલ લોકો નિશ્ચિત સમયે ટીવી જાેવાને બદલે પોતાની ફૂરસદના સમયમાં એપ્સ પર જઈને મનગમતું કન્ટેન્ટ જાેવાનું પસંદ કરે છે. દરેક વ્યક્તિ પોતાના કામમાંથી ફ્રી થઈને ફિલ્મ કે શો જાેવાનું પસંદ કરે છે. દિશા વાકાણીના શો છોડવા અંગે પ્રિયા આહુજાએ કહ્યું, “કેટલાક પાત્રો એવા હોય છે જે દર્શકોના મનમાં ઊંડી છાપ છોડી જાય છે. લોકો તે પાત્રને સમર્પિત થઈ જાય છે, પરંતુ મને લાગે છે કે પાત્ર કરતાં વધારે સમર્પિત તેઓ શોને હોય છે.SS1MS