“ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું પાલન કરીશું તો દેશમાં પોલીસની જરૂર નહિ પડે” સરદાર વલ્લભભાઈ
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી શરદ અરવિંદ બોબડેએ જણાવ્યું, “મારા માટે આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી તે મારા માટે સૌભાગ્યની વાત છે.
અબ્દુલ કલામ સાહેબે પ્રમુખસ્વામી મહારાજ માટે લખેલું પુસ્તક ‘Transcendence’ વાંચીને હું ખૂબ જ અભિભૂત થયો છું. પ્રમુખસ્વામી મહારાજે દરેક કૃત્રિમ અથવા કુદરતી આપત્તિઓમાં રાહતકાર્યો કર્યા છે. આ બી.એ.પી.એસ સંસ્થા એ સમગ્ર વિશ્વમાં સનાતન ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પસાર કરી રહી છે અને “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવનાને જીવંત રાખી છે.
વિશ્વની અનેક સંસ્કૃતિઓ નાશપ્રાય થઈ ગઈ છે પરંતુ કાશી અને વારાણસીની સનાતન ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવિત છે. “ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું પાલન કરીશું તો દેશમાં પોલીસની જરૂર નહિ પડે” તેવી સરદાર વલ્લભભાઈ એ કહ્યું હતું.”
દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર શ્રી તેજેન્દ્રકુમાર ખન્નાએ જણાવ્યું,
“સૌપ્રથમ હું આ સંસ્થા અને મહંતસ્વામી મહારાજ તેમજ સંતો ભક્તોનો આભાર માનું છું મારા કે તેઓએ મને આ ભવ્ય શતાબ્દી મહોત્સવમાં આવવા માટે તક આપી. પ્રમુખસ્વામી મહારાજને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવી હોય તો તેમણે શીખવેલાં આદર્શો અને મૂલ્યો આપણે જીવનમાં ઉતારવા પડશે.
પ્રમુખસ્વામી મહારાજે મને આશીર્વાદ આપતા કહ્યું હતું કે , ‘લોકસેવાનું સારું કાર્ય કરો અને ભગવાનને ધ્યાનમાં રાખીને સેવા કરશો તો ખૂબ સફળ થશો’. જ્યાં પ્રેમ ભાવના છે ત્યાં નાતજાતના કોઈ ભેદભાવ હોતા નથી”.