બિહારના કટિહારમાં ભયંકર અકસ્માત: ૮ના મોત
કટિહાર, બિહારના કટિહાર જિલ્લામાં સોમવારે એક ભીષણ રોડ અકસ્માતમાં બાળકો સહિત ૭ લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઓટો અને ટ્રકમાં જાેરદાર ટક્કર થઈ હતી, જેમાં ૭ લોકના મોત ઘટનાસ્થળ પર જ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું.
દુર્ઘટનાની જાણ થતાં જ આજૂબાજૂના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘાયલોને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તથા અમુક લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોચી હતી.
હકીકતમાં જાેઈએ તો, આ દુર્ઘટના કટિહાર જિલ્લાના કોઢા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા હાઈવે ૮૧ દિધરી પેટ્રોલ પંપ નજીક થયો છે. હાલમાં પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે, તેની સાથે જ સ્થાનિક લોકોની મદદથી લાશોને બહાર કાઢી લેવામાં આવી છે.
ટક્કર થયા બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. તો વળી સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, ઓટો રિક્ષા ખેરિયા ગામથી કટિહાર જિલ્લા તરફ જઈ રહી હતી, તેની સાથે જ મૃતકો એક જ પરિવારના છે. તેમાંથી ૪ પુરુષ છે અને બે મહિલા છે.
જેમના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. કહેવાય છે કે, આ પરિવાર એમપીના ઈટારસી જઈ રહ્યો હતો. જ્યાં પરિવારને ઈટારસી જવા માટે કટિહારથી ટ્રેન પકડવાની હતી.SS1MS