સિદ્ધાર્થ મલ્હોત્રાની મિશન મજનુનું ટ્રેલર આવી ગયું
મુંબઈ, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ મિશન મજનુનું ટ્રેલર આવી ગયું છે. ‘મિશન મજનુ’ નામની આ સ્પાય થ્રિલર ફિલ્મના ડિરેક્ટર શાંતનુ બાગચી છે અને આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા રૉ ફીલ્ડ ઓફિસરના રોલમાં જાેવા મળશે.
‘મિશન મજનુ’માં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય રશ્મિકા મંદાના, શરીબ હાશ્મી, ઝાકિર હુસૈન, કુમુદ મિશ્રા, અર્જન બાજવા અને રાજિત કપુર મહત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે.
મિશન મજનુમાં સિદ્ધાર્થ ઇછઉના એજન્ટનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી સાથે ઘણી મળતી આવે છે.
જ્યારે ‘મિશન મજનુ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા પાડોશી દેશની પરમાણુ ક્ષમતા જાણવા માગે છે. દરમિયાન સિદ્ધાર્થ એટલે કે અમનદીપને એક પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. આ છોકરી બીજું કોઈ નહીં પણ રશ્મિકા મંદાના છે. મિશન મજનુ એક એક્શન સ્પાય થ્રિલર ફિલ્મ છે, જે દેશભક્તિની લાગણી જગાવે છે. આ ફિલ્મ ૨૦ જાન્યુઆરીએ ર્ં્્ પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટ પર રિલીઝ થવાની છે.
ફિલ્મ છત્રીવાલીનું ટ્રેલર આવી ગયું છે. છત્રીવાલીમાં રકુલપ્રીત સિંહ, સુમિત વ્યાસ, સતીશ કૌશિક, રાજેશ તૈલાંગ મુખ્ય રોલમાં જાેવા મળશે. છત્રીવાલીના ડિરેક્ટર તેજસ દેઓસકર છે અને તે તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે.
આ ફિલ્મમાં સેક્સ એજ્યુકેશન પર વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઢઈઈ૫ પર રિલીઝ થશે. ઉપહાર સિનેમા કાંડને કોણ ભૂલી શકે? ૨૬ વર્ષ પહેલા બનેલા ભયાનક દ્રશ્યના ઘા આજે પણ નામ પડતાં જ તાજા થઈ જાય છે.
૧૯૯૭માં ઉપહાર સિનેમામાં મોટી આગ ફાટી નીકળી હતી, જેમાં ૫૯ લોકો જીવતા બળી ગયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર અભય દેઓલની સીરિઝ ટ્રાયલ બાય ફાયરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે નેટફ્લિક્સ પર તારીખ ૧૩ જાન્યુઆરીએ સ્ટ્રીમ કરવામાં આવશે.
વિક્ટર મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લકડબગ્ઘાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં અંશુમન ઝા, રિદ્ધિ ડોગરા, મિલિંદ સોમણ અને પરેશ પાહુજા મુખ્ય ભૂમિકામાં છે. તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં કૂતરાઓની ચોરીની વાત છે.SS1MS