અનુષ્કા અને દીકરી સાથે બીચ પર વિરાટ દોડતો દેખાયો
મુંબઈ, ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તાજેતરમાં જ તેમની દીકરી વામિકા સાથે દુબઈના વેકેશન પર ગયા હતા. કપલે નવા વર્ષનું સ્વાગત દુબઈમાં કર્યું હતું. જે બાદ તેઓ વૃંદાવન પહોંચ્યા હતા જ્યાં બાબા નીમ કરોલીના આશ્રમમાં તેમણે દર્શન કર્યા હતા. જે બાદ ત્રણેય જણાં મુંબઈ પરત ફર્યા હતા.
મુંબઈ આવ્યા બાદ વિરાટ કોહલી શ્રીલંકા સાથેની વન ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જાેડાઈ ગયો હતો અને અનુષ્કા શર્મા દીકરી સાથે ઘરે જ છે. હાલમાં જ વિરાટ કોહલીએ પોતાની બીચ ટ્રીપને યાદ કરતાં ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં તે અને અનુષ્કા દીકરી વામિકાને લઈને બીચ પર દોડી રહ્યા છે. અનુષ્કા શર્માએ બ્લેક ટોપ અને બ્લેક રંગનું પેન્ટ પહેર્યું છે. જ્યારે વિરાટે બ્લેક ટી-શર્ટ, કેપ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે. તો વામિકાએ પર્પલ ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે. નાનકડી વામિકા મમ્મી-પપ્પાની આંગળી પકડીને બીચ પર ચાલતી જાેવા મળી રહી છે.
આ ફોટોગ્રાફ શેર કરતાં વિરાટે પંજાબીમાં કેપ્શન લખ્યું છે. જેનો અર્થ થાય છે, ‘ભગવાન તમે મારા પર ખૂબ મહેરબાની કરી છે અને હવે તારી પાસે કશું જ નથી માગતો. ફક્ત તમારો આભાર માગવા માગુ છું. વિરાટ કોહલીએ શેર કરેલી આ તસવીર ફેન્સ અને ફોલોઅર્સને ખૂબ પસંદ આવી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દીકરીનો ચહેરો દુનિયાથી છુપાવી રાખવાનો ર્નિણય કર્યો છે.
કપલે દીકરી સમજણી ના થાય ત્યાં સુધી તેનો ચહેરો સોશિયલ મીડિયા પર ના દેખડવાનો ર્નિણય કર્યો છે. એવામાં વિરાટ-અનુષ્કા જ્યારે પણ દીકરી સાથેની તસવીર શેર કરે ત્યારે તેનો ચહેરો ના દેખાય તેનું ધ્યાન રાખે છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકાનો જન્મ ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થયો હતો. વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા.
લગ્નના ત્રણ વર્ષ બાદ કપલ પેરેન્ટ્સ બન્યું છે. વર્કફ્રંટની વાત કરીએ તો, વામિકાના જન્મ બાદ અનુષ્કા શર્મા ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી ફિલ્મી પડદે વાપસી કરશે. આ ફિલ્મ ૨૦૨૩માં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.SS1MS