Western Times News

Gujarati News

ઉર્વશીની મમ્મી પંતની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચી!

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણીવાર તેની ક્રિપ્ટિક પોસ્ટના કારણે ટ્રોલ થતી આવી છે. હવે તેની મમ્મીએ પણ આવી જ એક પોસ્ટ મૂકી છે. જેથી સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને નિશાને લીધા છે. ક્રિકેટર રિષભ પંત હાલ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

પંતના એક્સિડન્ટ બાદ અહીં તેની સર્જરી કરવામાં આવી છે. પંતને આ હોસ્પિટલમાં લવાયો પછી ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો અને હવે તેની મમ્મીએ પણ કંઈક આવું જ કર્યું છે. મીરા રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે.

જેમાંથી પહેલી તસવીર કોકિલાબેન હોસ્પિટલની છે. આ એ જ હોસ્પિટલ છે જ્યાં રિષભ પંતને દાખલ કરાયો છે. જ્યારે બીજી તસવીરમાં ઉર્વશીનાં મમ્મી મીરા રૌતેલા એક મંદિરની બહાર ઊભા રહીને પોઝ આપી રહ્યા છે. કેપ્શનમાં મીરા રૌતેલાએ લખ્યું છે, બધું જ સારું થઈ જશે બેટા, ચિંતા ના કરીશ.” સાથે જ તેમણે ઉર્વશી રૌતેલાને ટેગ કરી છે. તેમની આ પોસ્ટ લોકોને કન્ફ્યૂઝ કરી રહી છે.

હોસ્પિટલની તસવીર અને પછી મંદિરની તસવીર અને ઉપરથી કેપ્શન આ જાેઈને લોકો કહી રહ્યા છે કે, ઉર્વશી કઈ ચિંતામાં છે કે તેની મમ્મી સોશિયલ મીડિયા પર આમ લખી રહી છે. આ ક્રિપ્ટિક પોસ્ટ જાેઈને લોકોએ મીરા રૌતેલાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

સૌથી રસપ્રદ વાત તો એ રહી કે મીરા રૌતેલા લોકોની કોમેન્ટના જવાબ પણ આપતા હતા. એક યૂઝરે લખ્યું, ‘તમે આ વાત વોટ્‌સએપ કે કોલ કરીને પણ કહી શક્યા હોત.’

જવાબ આપતાં તેમણે લખ્યું, “બુદ્ધુ તો તમને ખબર કઈ રીતે પડત.” બીજા એક યૂઝરે લખ્યું, “સવાર સુધીમાં સ્પોર્ટ્‌સ અને સિનેમા બીટવાળા આ પોસ્ટ પર મરી-મસાલો ભભરાવીને છાપશે.” મીરાએ લખ્યું, “કાલે ટીઆરપી”, સાથે જ હસતા ઈમોજી મૂક્યા હતા.

એક યૂઝરે લખ્યું, “વધુ એક વિવાદિત પોસ્ટ. શું ડ્રામા છે.” જવાબમાં મીરાએ લખ્યું, “મારા મેડિકલ રિપોર્ટ્‌સ. ઉર્વશી અત્યારે વિશાખાપટ્ટનમમાં છે.” આ ઉપરાંત કેટલાય યૂઝર્સે રિષભ પંત સાથે જ આ પોસ્ટને સાંકળીને તેમની મજાક ઉડાવી હતી.

મીરા રૌતેલાએ ટ્રોલર્સને જવાબ તો આપી દીધો તો પરંતુ તેમણે આવી પોસ્ટ કેમ કરી તે સ્પષ્ટ થયું નથી. લોકોએ એવો પણ અંદાજાે લગાવી રહ્યા છે કે એક કોમેન્ટમાં તેમણે મેડિકલ રિપોર્ટની વાત કરી તો તેઓ પોતે હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હોય.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉર્વશી રૌતેલાએ પણ આ જ હોસ્પિટલનો ફોટો ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. ત્યારે પણ લોકો કન્ફ્યૂઝ થયા હતા. રિષભ પંતના એક્સિડન્ટ બાદ મીરા રૌતેલાએ તેના માટે દુઆ માગતી પોસ્ટ શેર કરી હતી. એ વખતે પણ તેમને ટ્રોલ કર્યા હતા. હાલ રિષભ પંત કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.