Western Times News

Gujarati News

નયારા એનર્જી વાડીનાર ખાતે 10 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજનામાં પ્રગતિ

નયારા એનર્જીની પર્યાવરણ સંરક્ષણ લક્ષ્ય હાંસલ કરવા તરફ આગેકૂચ-રાજસ્થાનના પાલીમાં તેનો બીજો કેપ્ટિવ સોલર પાવર પ્લાન્ટ વિક્સાવી રહી છે

મુંબઇ, આંતરરાષ્ટ્રીય કદની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ તેની વિવિધ કામગીરીમાં ગ્રીન પાવર જનરેશન દ્વારા પર્યાવરણ પ્રત્યેની તેની પ્રતિબધ્ધતા મજબૂત કરી છે.

કંપની ગુજરાતમાં વાડીનાર રિફાઇનરી ખાતે 10 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજનામાં સારી રીતે પ્રગતિ કરી રહી છે. જેનાથી નયારા દર વર્ષે આશરે 20,000 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડી શકશે. Nayara Energy advances on its environmental sustainability agenda

કંપનીએ ગયા વર્ષના અંતમાં રાજસ્થાનમાં પાલી ખાતેનાં તેના ગ્રીનફીલ્ડ રેઇલ-ફેડ ફ્યુઅલ ડેપો ખાતે 500 kW કેપ્ટિવ સોલર પાવર પ્લાન્ટ વિક્સાવવાનો પ્રારંભ કર્યો હતો. માર્ચ 2023માં કાર્યાન્વિત થનારા આ ઓન-ગ્રિડ સોલર પ્લાન્ટથી નયારા દર વર્ષે 730 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન રોકીને તેની કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કરી શકશે.

કંપનીની યોજના અંગે બોલતા નયારા એનર્જીના સીઇઓ ડો. અલોઇસ વિરાગે જણાવ્યું હતું કે, “નયારામાં અમે અમારી કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા અને અમારી કામગીરીમાં પર્યાવરણ સાતત્યતા વધારવા માટે પ્રતિબધ્ધ છીએ.

પાવર ગ્રિડમાં અક્ષય ઊર્જાનું પ્રમાણ વધારવા પર ભારત સરકારનાં ફોકસને અનુરુપ અમારી રિફાઇનરીનો પ્રારંભ અને પાલી ડેપો ખાતે સોલર પ્લાન્ટ્સથી ઊર્જા માટે સ્વચ્છ અને હરિત સ્ત્રોત તરફ પ્રયાણ કરવાની દિશામાં વધુ ડગલાં ભરી શકાશે.”

કંપનીએ માર્ચ, 2019માં તેના વર્ધા ડેપો ખાતે તેનો પ્રથમ 300 કેવીએ સોલર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો હતો. આ પ્લાન્ટથી વર્ષે 550 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડી શકાશે. ઊર્જાનાં હરિત સ્ત્રોત તરફ જવાનાં મહત્વાકાંક્ષી લક્ષ્યનાં ભાગ રૂપે નયારાની ફ્રેન્ચાઇઝીએ 300 રિટેલ આઉટલેટમાં સોલર પાવર ઇન્સ્ટોલેશન કર્યું છે, જ્યાં કુલ બે મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, અને વધુ આઉટલેટમાં સોલર ઊર્જા ઉત્પન્ન કરવાની યોજના છે.

આ ઉપરાંત, કંપનીએ તેની વાડીનાર રિફાઇનરીની નજીકમાં 175 હેક્ટરમાં સ્વૈચ્છિક રીતે મેન્ગ્રોવ વનીકરણ કર્યું છે અને વર્ષ 2025 સુધીમાં વર્તમાન મેન્ગ્રોવ કવરેજમાં 57 ટકા વધારો કરીને 275 હેક્ટર કરવાની યોજના છે. વધુમાં, રિફાઇનરીમાં નયારાનાં ગ્રીન બેલ્ટનાં ભાગ રૂપે ત્રણ લાખ વૃક્ષો ઊભા છે અને આગામી ત્રણ વર્ષમાં આ ગ્રીન કવરમાં વધુ 25 ટકાનો વધારો કરવાની યોજના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.