અનુષ્કા રંજન ગર્ભવતી હોવાની અટકળો આદિત્યએ ફગાવી
મુંબઈ, પાછલા થોડા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે અભિનેતા આદિત્ય સીલ અને પત્ની અનુષ્કા રંજન માતા-પિતા બનવાના છે. પરંતુ કપલે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. અનુષ્કા અને આદિત્યએ ખુલાસો કર્યો કે આ અટકળો ખોટી છે.
આદિત્ય સીલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો અને સાથે મજાનું કેપ્શન પણ લખ્યું છે. લોકોને તેમનો આ અંદાજ પણ ઘણો પસંદ આવ્યો છે. તસવીરમાં જાેઈ શકાય છે કે અનુષ્કા રંજન બેઠી છે અને આદિત્ય તેના ખોળામાં સુઈ રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, તેના જીવનમાં એકમાત્ર બાળક હું જ છું. અમે પ્રેગ્નન્ટ નથી.
અનુષ્કા રંજને બ્લેક ટીશર્ટ પહેરી છે જ્યારે આદિત્યએ બ્રાઉન ટીશર્ટ પહેરેલી છે. બન્ને એકદમ હેપ્પી મૂડમાં જણાઈ રહ્યા છે. અનુષ્કા આદિત્યના માથા પર હાથ ફેરવી રહી છે. રવિવારના રોજ બિગ બોસ ફેમ જાસ્મિન ભસીન અને કપલની ખાસ મિત્ર જાસ્મિન ભસીને પણ આ અટકળો ફગાવી હતી.
સોશિયલ મીડિયા પર એક અકાઉન્ટ પર જ્યારે આ સમાચાર શેર કરવામાં આવ્યા તો જાસ્મિને કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, જાે આ સમાચાર સાચા હોત તો હું સૌથી વધારે ખુશ હોતી કારણકે તમે બન્ને મારા ફેવરિટ છો, અને મને વિશ્વાસ છે તમારું બાળક પણ સુપર ક્યુટ હશે, પરંતુ આ સમાચાર સાચા નથી.
તેઓ માતા-પિતા નથી બનવા જઈ રહ્યા. ઉલ્લેખનીય છે કે ૨૧ નવેમ્બર, ૨૦૨૧ના રોજ મુંબઈમાં આદિત્ય અને અનુષ્કાએ લગ્ન કર્યા હતા. તેમણે એક ગ્રાન્ડ વેડિંગનું આયોજન કર્યુ હતું જેમા બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. આદિત્ય સીલ અને અનુષ્કા રંજનની જાેડી લોકોને ખૂબ પસંદ આવે છે. તેમનો વેડિંગ વીડિયો પણ ખૂબ સુંદર હતો. આલિયા ભટ્ટ અનુષ્કા રંજનની ખાસ મિત્ર છે.
તે પણ લગ્નના તમામ ફંક્શનમાં હાજર રહી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં આવેલી ફિલ્મ ઈન્દુ કી જવાનીમાં આદિત્ય સીલ કિયારા અડવાણી સાથે જાેવા મળ્યો હતો. આ સિવાય તે એક છોટી સી લવ સ્ટોરી અને તુમ બિન ૨ જેવી ફિલ્મોમાં પણ જાેવા મળ્યો હતો.
સ્ટુડન્ટ ઓફ ધ યર ૨માં પણ તેનો મહત્વનો રોલ હતો. હવે તે રોકેટ ગેન્ગ અને એક ઔર ગઝબ કહાની નામની ફિલ્મોમાં જાેવા મળશે. અનુષ્કાની વાત કરીએ તો તેણે વેડિંગ પુલાવ નામની ફિલ્મ સાથે ડેબ્યુ કર્યુ હતું. તે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં પણ જાેવા મળી હતી. ફિતરત નામની વેબ સીરિઝમાં પણ તે જાેવા મળી હતી.SS1MS