મનપ્રીત મોનિકા સિંહ અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા
વોશિગ્ટન, ભારતીય મૂળના મનપ્રીત મોનિકા સિંહ અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા છે. તે ટેક્સાસ રાજ્યના હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે પોતાની સેવા આપશે. જજ તરીકે પસંદગી થયા પછી મોનિકાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી.
મોનિકાએ લખ્યું કે મા, અમે કરી બતાવ્યું. સિવિલ કોર્ટ જજ બનીને હેરિસ કાઉન્ટીના લોકો માટે કામ કરવું મારા માટે ગર્વની વાત હશે. મોનિકાના જજ બનવાની સિરેમની દરમિયાન આખો કોર્ટ રૂમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.
જજ બન્યા પછી મોનિકાએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે. એક દિવસ એવો આવશે જ્યારે કોઈ મહિલા અને શીખનું જજ બનવું સામાન્ય બની જશે. હું મારા ૨૦ વર્ષના અનુભવનો સારો ઉપયોગ કરીશ. મને લાગે છે કે અભ્યાસ કરતાં બાળકો માટે જરૂરી છે કે તે જાેઈ શકે કે હવે તે એવા પ્રોફેશન તરફ જઈ શકે છે જે પહેલાં તેમના એપ્રોચની બહાર હતા.
મોનિકાના જજ બનવાની સિરેમનીનું નેતૃત્વ કરનારા જજ પણ ભારતીય મૂળના રવિ સાંડિલ હતા. સાંડિલે કહ્યું કે આ ક્ષણ અમેરિકામાં શીખ સમુદાય માટે અત્યંત મહત્વની છે. મનપ્રીત માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ અશ્વેત મહિલાઓ માટે એક રોલ મોડલ હશે.
મોનિકા મનપ્રીત સિંહનો જન્મ અમેરિકાના હ્યુસ્ટનમાં થયો હતો. તે હવે પોતાના પતિ અને બે બાળકોની સાથએ બેલેયરમાં રહે છે. શીખ દુનિયાનો પાંચનો સૌથી મોટો ધર્મ છે. અમેરિકામાં શીખ સમુદાયના લગભગ ૫ લાખ લોકો રહે છે. તેમ છતાં અમેરિકામાં કોઈ મહિલા શીખ જજ ન હતા.HS1MS