Western Times News

Gujarati News

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

નવી દિલ્હી,: કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પાંચમી જુલાઇના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. તેમના બજેટને લઇને તમામ વર્ગના લોકોને ભારે અપેક્ષા છે. બજેટ નિર્માણની કામગીરી હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી હાલમાં યોજાયા બાદ પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી અવધિ માટે સત્તામાં આવેલી મોદી સરકાર હવે સામાન્ય લોકોને બજેટ મારફતે કેટલીક મોટી ભેંટ આપવા માટે તૈયાર છે.

લોકસભાની ચૂંટણીમાં રોજગારીને લઇને વ્યાપક પ્રશ્નો ઉઠ્યા બાદ આ દિશામાં નક્કર પહેલ કરવામાં આવી શકે છે. બજેટમાં રોજગારીને લઇને કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. પાંચમી જુલાઇના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે

તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી રહ્યા છે કે સામાન્ય લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે.

અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. ટેક્સ ટાઇલ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે.

દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકતા છે. સાથે સાથે સરકાર સામે કેટલીક તકલીફ પણ છે. મોદી સરકાર તેની નવી અવધિમાં પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. . આવી  બજેટમાં ખાસ ધ્યાન રોજગારી પર આપવામાં આવનાર છે. બજેટમાં દરેક વર્ગ માટે કોઇને કોઇ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

મોદી સરકારને બીજી વખત પ્રચંડ બહુમતિ સામાન્ય લોકોએ આપી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવીને ૩૦૩ સીટો સીટો જીતી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.