સાથ નિભાના સાથિયા ફેમ કાજલ પિસલે રણોત્સવની મુલાકાત લીધી
મુંબઈ, સાથ નિભાના સાથિયા, એક હજારોં મેં મેરી બહેના હૈ, બડે અચ્છે લગતે હૈ વગેરે જેવી કેટલીય જાણીતી ટીવી સીરિયલોમાં દેખાયેલી અભિનેત્રી કાજલ પિસલે હાલમાં જ કચ્છમાં ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લીધી છે. કાજલ પિસલે રણોત્સવની મુલાકાત લેવાનો અનુભવ જણાવ્યો છે.
સાથે જ અહીં ચણિયાચોળી પહેરીને ફોટોશૂટ પણ કરાવ્યું છે. વાત કરતાં કાજલ પિસલે કહ્યું, નિઃશંકપણે રણોત્સવની મુલાકાત અચૂકપણે લેવી જ જાેઈએ. આ જિંદગીભર યાદ રહે તેવો અનુભવ છે. કચ્છની વાઈબ્રંટ સંસ્કૃતિને માણવાનો અને જાેવાનો સુવર્ણ મોકો પૂરો પાડે છે.
સાથે જ કચ્છની યૂનિક લાઈફસ્ટાઈલ અને ત્યાંની કળાને જાણી શકો છો. હું લોકોને સલાહ આપીશ કે જીવનમાં એકવાર તો રણોત્સવની મુલાકાત લેજાે અને રાજ્યના કુદરતી સૌંદર્યને માણજાે. મીઠાનું રણ અદ્ભૂત છે અને અહીંનો સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત તમારું મન મોહી લેશે.
કાજલ પિસલ અહીં ટેન્ટમાં રોકાઈ હતી અને કાર્નિવલની મજા માણી હતી. તેણે આગળ કહ્યું, આ મારા માટે રોડ ટ્રીપ હતી. હું મુંબઈથી કારમાં નીકળી હતી અને અમદાવાદમાં રાત રોકાઈ હતી. બીજા દિવસે સવારે હું કચ્છના ધોરડો ગામમાં ઉજવતા રણોત્સવ ખાતે પહોંચી હતી. ધોરડો ભૂજથી ૮૫ કિલોમીટરના અંતરે આવેલું છે. આ જિલ્લો વિવિધ સાંસ્કૃતિ અને પરંપરાગત શોપિંગ એક્ટિવિટી માટે જાણીતો છે.
હું પહેલીવાર રણોત્સવ આવી હતી અને અહીંની ઓથેન્ટિક હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, બાંધણીની સાડી, ટ્રેડિશનલ જ્વેલરી સહિતની કેટલીય વસ્તુઓ જાેઈને દિલ ખુશ થઈ ગયું હતું. મેં અહીં શાહી ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. કાર્નિવલ ખાતે ગુજરાતી સંસ્કૃતિ અને સંગીતને માણ્યા હતા. મેં કડકડતી ઠંડીમાં ટેન્ટમાં બે રાત વિતાવી હતી અને આ અનુભવ ખરેખર યાદગાર રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાજલ છેલ્લે સીરિયલ ‘ર્સિફ તુમ’માં જાેવા મળી હતી. આ સિવાય તે ‘દુર્ગા માતા કી છાયા’, ‘ઉડાન’, ‘નાગિન ૫’માં જાેવા મળી છે. થોડા દિવસ પહેલા જ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાના પાત્ર માટે તેનું નામ ચર્ચાતું હતું. કાજલે ઓડિશન આપ્યું હતું પરંતુ તેની પસંદગી નહોતી થઈ.SS1MS