પ્રાંતિજ ખાતે ખેડૂતો ને પોષણ ભાવ ના મળતા નેશનલ હાઇવે આઠ બ્લોક કર્યો
- પ્રાંતિજ માર્કેટયાર્ડ માં હોબાળો કરી હરાજી સ્થગિત કરવી નેશનલ હાઇવે આઠ બ્લોક કર્યો .
- નેશનલ હાઈવે આઠ ઉપર વાહનોની કતારો લાગી .
- પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી માર્ગ ખુલ્લો કર્યો .
- સરકારે ૩૬૩ ટેકા નો ભાવ જાહેર કર્યો છે .
- વેપારીઓ દ્વારા ૨૪૦ થી ૨૮૦ સુધી ખરીદી કરવામાં આવેછે.
પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો ને ડાંગર નો પોષાણ ભાવ ના મળતા હરાજી બંધ કરાવી હોબાળો કરી નેશનલ હાઇવે આઠ બોલ્ક કર્યો . હાલતો ખેડૂતો ની હાલત કફોડી બની છે એક બાજુ અંતિવૃષ્ટી તો બીજી બાજુ કમોસમી વરસાદ પડતા તૈયાર થયેલ ડાંગર ના પાક ને પોષણ ભાવ ના મળતા ખેડૂતો ચીન્તામા મુકાયા છે તો એક તરફ સરકાર દ્વારા ટેકા નો ભાવ-૩૬૩ રૂપિયા જાહેર કર્યા છે અને ડાંગર ની ખરીદી કરવાનું જણાવવામાં આવ્યું છે
છતાં વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવતી નથી અને ૨૪૦થી ૨૮૦ સુધી માં પ્રાંતિજ માર્કેટયાર્ડ માં વેપારી ઓ દ્વારા ડાંગર ની ખરીદી થતાં ખેડૂતો એ હરાજી બંધ કરાવી હતી તો બીજી તરફ ખેડૂતો ને પોષણ ભાવ ના મળતા ખેડૂતો એ કાયદો હાથમાં લેતા મારકેટ યાર્ડ બહાર જ નેશનલ હાઇવે આઠ ઉપર ટેકટરો આડા મુકી દેતાં નેશનલ હાઇવે આઠ બોલ્ક કર્યો તો વાહનોની લાંબી લાંબી લાઇનો લાગતા પ્રાંતિજ પીઆઈ એમ.ડી.ચંપાવત પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતાં અને ખેડૂતો ને સમજાવી ને નેશનલ હાઇવે આઠ ખુલ્લો કર્યો હતો
તો બીજી તરફ એક પણ દિવસ માટે સરકારી પ્રતિનિધિ અહીં ડોકયુ કરવા પણ આવ્યા ના હોવાનું ખેડૂતો વેપારીઓ જણાવી રહ્યાં છે ત્યારે હાલતો વેપારીઓ પણ માલ સારો ના હોવાના ગાના ગાઇ ને ઉચો ભાવ આપી શકતા નથી ત્યારે ખેડૂતો ને પોષણ ભાવ ના મળતા ખેડૂતો આંદોલન કરવાના મુડમાં છે ત્યારે શું ખેડૂતો ને પોષણ ભાવ મળશે ખરો એ તો હવે જોવું રહ્યું .