પૈસાનાં વરસાદ માટે ૯ વર્ષના બાળકની નરબલી ચઢાવી
સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના ૯ વર્ષીય ચૈતા કોહલા નામના બાળકના ગુમ થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સેલવાસ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ચૈતાની હત્યા પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા મેલીવિદ્યા કરી નર બલી ચઢાવવામાં આવી હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે.
વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી થોડા દિવસ અગાઉ એક બાળકનો ક્ષતિક્ષત હાલતમાં અર્ધમૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનો અર્ધમૃતદેહ મળ્યો હતો.
આથી આ મામલે વલસાડ પોલીસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સેલવાસ પોલીસે મૃતક બાળકની ઓળખ શાયલીના ૯ વર્ષીય ચૈતા કોહલા નામના બાળક તરીકે કરી હતી. બાળકના પરિવારજનોએ તેમનું બાળક ચૈતા ગુમ હોવાની ફરિયાદ પણ દાખલ કરી હતી. આથી પોલીસે આ મામલે તપાસ કરતાં હવે ચોકાવનારો ખુલાસો થયો છે.
સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ખુલાસો થયો છે કે, આરોપીઓએ ૯ વર્ષીય માસુમ ચૈતાની મેલીવિદ્યા કરવા નર બલી ચડાવી અને માસુમની હત્યા નીપજાવી હોવાનો ચોંકાવનારી વાત બહાર આવી છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ માસુમ ચૈતાની હત્યામાં દાદરાનગર હવેલીના અથાલમાં રહેતા રમેશ ભાડીયા સંનવર , અને ડાંગના સુબીર તાલુકાના ઉપલામહલ ગામનો શૈલેષ કોહકેરા અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે.
તેમાંથી આરોપી રમેશને પૈસાદાર થવું હતું આથી તેણે પૈસાદાર થવા પૈસાનો વરસાદ કરાવવાની મેલી વિદ્યા કરવા માટે તેના મિત્ર શૈલેષને વાત કરી હતી. આથી શૈલેષે સગીરનો સંપર્ક કરી અને મેલી વિદ્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
આ માટે શૈલેષ નામના આરોપીએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર આરોપી જે મેલીવિદ્યા જાણતો હતો. તેના દ્વારા તેઓએ મેલી વિદ્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આથી પ્લાન મુજબ મેલી વિદ્યા કરવા માટે સગીર આરોપીએ પ્રથમ ૯ વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું.
ત્યાર બાદ તેના પર મેલી વિદ્યા કરી તેની હત્યા કરી નર બલી ચડાવી હતી. આ મામલામાં સગીર આરોપીને આવી મેલી વિદ્યા કરી અને અસીમ શક્તિશાળી બનવું હતું. આથી તેને માસુમ ચૈતાની નર બલી ચડાવી અને તેનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે.
જાેકે સેલવાસ પોલીસ આ મામલે ખુલીને કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી. જાેકે, સંપૂર્ણ તપાસ બાદ પોલીસ તમામ માહિતી મીડિયા સામે મુકી શકે તેવી પણ શક્યતા છે.SS1MS