ધર્મજમાં હેરિટેજ વોક: ઐતિહાસીક મિલકતો જાળવવાની નવી પહેલ
ધર્મજ ખાતે યોજાયેલ હેરિટેજ વોકમાં અમદાવાદની ઈન્ડિયા રિસાઈકલ સંસ્થા જાેડાઈ હતી. જેના ફાઉન્ડર રેણુ પોખર્ણાએ જણાવ્યું હતુ કે આ સંસ્થા શહેરી વિસ્તારોમાંથી નકામી અને બિનઉપયોગી વસ્તુઓનું એકત્રિકરણ કરે છે. જેમા જુના કપડા, ચંપલ-બુટ, રમકડા, વાસણો વગેરે જેવી જીવન જરૂરિયાતની અસંખ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓને સંસ્થામાં લાવી તેને સ્વચ્છ અને રિપેરિંગ કરી તૈયાર કરવામાં આવે છે.
ત્યારબાદ આવી વસ્તુઓનું ખુબજ નીચા ભાવે વેચાણ સ્લમ વિસ્તારોમાં જઈ કરવામાં આવે છે. હાલ સંસ્થા દ્વારા અમદાવાદ અને વડોદરા ખાતે સેન્ટર કાર્યરત છે. છેલ્લા પાંચેક વર્ષથી કાર્યરત સંસ્થા પાસે હાલ દુબઈ, હૈદ્રાબાદ, બેંગ્લોર, દિલ્હી જેવા શહેરોમાંથી પાર્સલ દ્વારા આવી વસ્તુઓ આવે છે. આગામી સમયમાં દેશના મેટ્રો સીટી ખાતે સેન્ટરો ઉભા કરી આવી સેવાકીય પ્રવૃતી શરૂ કરવામાં આવશે.
રેણુ પોખર્ણાએ વધુ માહિતી આપતા કહ્યું હતુ કે સ્લમ વિસ્તારમાં સામાન્ય દરે વસ્તુઓ વેચાણ કરવા સાથે હાથ બનાવટની વસ્તુઓના ઉત્પાદન માટે સંસ્થા તાલીમ આપી બહેનોને પગભર થવાનું કામ પણ કરે છે. ઉપરાંત આ પ્રવૃતિથી સંસ્થાને થતી આવકમાથી સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય પણ કરવામાં આવે છે.
ધર્મજ ખાતે જેવી રીતે પ્રાચિન અને ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે પહેલ શરૂ થઈ છે, તેવી રીતે દેશ અને રાજ્યના દરેક નાના – મોટા શહેરોમાં જાે આવી પ્રવૃતિ શરૂ કરવામાં આવે તો સાચા અર્થમાં ઈન્ડિયા રિસાઈકલનું સુત્ર સાર્થક થશે. ઉપરાંત સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓ અને રોજગારી મળશે.