ગૌતમ અદાણીને પત્ની સાથે પત્તા રમવાનું છે પસંદ

નવી દિલ્હી, ગૌતમ અદાણી એશિયાના પહેલા અને દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. ગૌતમ અદાણી એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આ મુકામ સુધી પહોંચ્યા છે. તેઓ માત્ર ૧૨મું પાસ છે. કોલેજ વચ્ચે જ છોડીને તેઓ બિઝનેસ કરવા લાગી ગયા હતા.
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં અદાણીએ પોતાના વિશે ઘણી વાતો જણાવી. તેઓ એક ટીવી શોમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અદાણીએ ઘણા સવાલોના જવાબ આપ્યા. અદાણીએ જણાવ્યું કે, તેઓ ઘણા શરમાળ છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પહેલી વખત પોતાની પત્નીને મળ્યા તો કંઈ બોલી શક્યા ન હતા. અદાણીએ કહ્યું કે, ‘હું ગામડાનો માણસ છું. શરમાણ વ્યક્તિ છું. મારા એરેન્જ મેરેજ થયા છે.
હું અભણ અને તે ડોક્ટર છે, તો મિસમેચ હતું. પહેલી વખત જ્યારે અમે લગ્ન પહેલા મળ્યા, તો હું મૌન રહ્યો. કંઈ બોલી શક્યો ન હતો. ટીવી શોમાં અદાણીને પૂછવામાં આવ્યું કે, સાંભળ્યું છે તમે પત્ની (પ્રીતિ અદાણી) સાથે પત્તા પણ રમો છો. જવાબમાં અદાણી કહ્યું કે, હું રાત્રે ઘરે જાઉં છું તો પત્ની સાથે રમી પપલૂ રમું છું.’
પછી અદાણીને પૂછવામાં આવ્યું કે, બાજી કોણ વધુ જીતે છે? તેના પર તેમણે જણાવ્યું કે, મોટાભાગે તે (પત્ની) જ જીતે છે. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું કે, મારી પત્ની પ્રીતિ મારો આધાર સ્તંભ છે. ફેમિલી, બાળકોને તે જ સંભાળી રહી છે. તે ડોક્ટર છે. તેણે પોતાના પ્રોફેશનને છોડીને મને સંભાળ્યો અને હવે ફાઉન્ડેશનની એક્ટિવિટીઝ જાેઈ રહી છે. તે રોજ ૭-૮ કલાક ફાઉન્ડેશનને આપે છે.
તેના આવ્યા પછી ત્યાં ઘણું પ્રોફેશનાલિઝમ આવ્યું છે. કાર્યક્રમમાં અદાણીને પૂછવામાં આવ્યું કે, તેઓ પરિવાર માટે કઈ રીતે સમય કાઢે છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું સપ્તાહમાં ત્રણ દિવસ અમદાવાદની બહાર રહું છું. ચાર દિવસ અહીં રહું છું, તો ઓફિસ મોડો ૧૦-૧૦.૩૦ સુધી જાઉં છું. મોર્નિંગમાં સવારે ૬ વાગે ઉઠીને પહેલા કસરત કરું છું. પૌત્રી, પત્ની અને બાળકો સાથે વાતો કરું છું. ગપશપ કરું છું. ઓફિસમાં લંચ ટાઈમમાં પણ ફેમિલી મેમ્બર બધા સાથે હોય છે, તો તેમની સાથે ચર્ચા થાય છે.SS1MS