અમદાવાદ અને મુંબઈ સેંટ્રલ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ અને બાંદ્રા ટર્મિનસ– અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09141 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવાર, 14 જાન્યુઆરી, 2023 ના રોજ બાંદ્રા ટર્મિનસ 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, સુરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 15મી જાન્યુઆરી, 2023, રવિવારના રોજ અમદાવાદથી 06:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન માર્ગ માં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટીયર, એસી 3-ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09141 અને 09414 માટે બુકિંગ 13 જાન્યુઆરી, 2023 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.