ઉ. માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના ઉપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલની વરણી
(પ્રતિનિધિ) બાયડ, જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ ની સામાન્ય સભા મળી હતી , જેમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની જી.વી.કે.એસ. વિદ્યાલય, સાઠંબા ખાતે ઓ.એસ તરીકે ફરજ બજાવતા અને અરવલ્લી જિલ્લા વહીવટી કર્મચારી સંઘ ના પ્રમુખ રાજેન્દ્ર. કે. પટેલની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના ઉપ પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ ના ઉપ પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલની બિનહરીફ વરણી કરવામાં આવતાં સાઠંબા જી.વી.કે.એસ. વિદ્યાલયના સ્ટાફ મિત્રોએ તથા જિલ્લાની શાળાઓના કર્મચારીઓએ આનંદની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા.