આપણે એ જ ભોજનનું સેવન કરવું જોઇએ જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે: રાજ્યપાલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે ગુજરાત કેન્સર સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર્સની એન્યુઅલ મીટિંગ યોજાઈ
કોરોના કાળમાં તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફ સૌ કોઈએ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સારવાર કરી છે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ ખાતે ગુજરાત કેન્સર સોસાયટીના ગવર્નિંગ કમિટી કાઉન્સિલ મેમ્બર્સની એન્યુઅલ મીટીંગ યોજાઇ હતી. આ એન્યુઅલ મીટીંગમાં ગુજરાત કેન્સર સોસાયટીના વિવિધ એજન્ડા તેમજ ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અને ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર્સના પ્રપોઝ નામ પણ મૂકવામાં આવ્યા હતા. We should consume only food which is necessary for health: Governor
આ અવસરે રાજ્યપાલ શ્રીએ ગુજરાત કેન્સર સોસાયટીના ગવર્નિંગ કમિટી કાઉન્સિલ મેમ્બર્સ તેમજ કર્મચારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને કોરોના કાળમાં કરેલી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલ શ્રી એ કહ્યું કે, કોરોનાકાળમાં તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફ સૌ કોઈએ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સારવાર કરી છે અને અનેક દર્દીઓને જીવનદાન આપવાનું કામ કર્યું છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતુ કે, આજે લોકોની જીવનશૈલીમાં આવેલા મોટા પરિવર્તિનને કારણે બીમારી શરીરમાં ઘર કરી રહી છે.
રાજ્યપાલ શ્રીએ વધુમાં જણાવ્યું કે, વ્યક્તિઓ પ્રકૃતિના સિદ્ધાંતથી વિપરીત રહીને પોતાની જીવનશૈલી અપનાવી છે, જેના કારણે આજે બીમારીઓ લોકોના જીવનમાં ઘર કરી રહી છે.
રાજ્યપાલ શ્રીએ આયુર્વેદનું ઉદાહરણ આપતા કહ્યું કે, આયુર્વેદ કહે છે કે આપણે એ જ ભોજનનું સેવન કરવું જોઇએ જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ખેડૂતોના સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેનાથી આવનારી પેઢીને સ્વસ્થ ભોજન મળી રહેશે.
રાજ્યપાલ શ્રીએ કહ્યું કે, આજે ગુજરાતભરમાં મેં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૩ લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપવામાં આવી છે.
આ અવસરે ગુજરાત કેન્સર સોસાયટીના પ્રેસિડેન્ટ અને વાઇસ ચેરમેન શ્રી પંકજ પટેલે કહ્યું કે, ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરએ પોતાની આટલા વર્ષોની જર્નીમાં ઘણા બધી સિદ્ધિઓ હાંસિલ કરી છે. આ હોસ્પિટલમાં અત્યાધુનિક ટેકનોલોજી અને મેડિકલ સાધનોનો ઉપયોગ દર્દીઓની સેવામાં કરવામાં આવી રહ્યો છે. અહી ઘણી બધી થેરાપીઓ સફળ રીતે દર્દીઓને આપવામાં આવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પણ અનેક દર્દીઓને આ હોસ્પિટલનો લાભ લીધો છે. અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા અનેક જનજાગૃતિના કેમ્પો પણ કરવામાં આવ્યા છે.
આ મીટિંગમાં શ્રી પંકજ પટેલે ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના વિથ એજન્ડાઓ અને આવનારા સમયમાં શું નવું કરવું જોઈએ તેના વિશે અનેક સૂચનો અને માર્ગદર્શન પણ કમિટીના સભ્યોને આપ્યાં હતા
આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના ડિરેક્ટર શ્રી ડોક્ટર કિર્તીભાઈ પટેલ, જી.સી.એસ.આર.આઈના ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા, ગવર્નિગ કાઉન્સિલ મેમ્બર્સ તેમજ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.