અમદાવાદ શહેરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
અમદાવાદ, શહેરમાં દારૂબંધીના નિયમોનો લીરે લીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. નરોડા માછલી સર્કલ પાસે રોજ સાંજે દારૂની મહેફિલો જામે છે. નરોડા પોલીસ સતત કામગીરી કરે છે, છતાં કેમ ધમધમે છે દારૂની હાટડીઓ? શું પોલીસને નથી ગાંઠતા બુટલેગરે કે પછી બુટલેગરોમાં પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી? જાેકે, જે વીડિયો સામે આવ્યો છે, તે નરોડા વિસ્તારનો હોવાનું કહેવાય છે.
આ વીડિયોથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ સ્ટેટ મોનિટરીંગ સેલ સમગ્ર રાજ્યમાં એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે, છતાં ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ પર પોલીસ ક્યારે પગલા લેશે તે મોટો સવાલ છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં દારૂ-બિયરના અડ્ડા ઘમધમતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જાણે, બુટલેગરોમાં પોલીસનો કોઇ ખોફ રહ્યો જ નથી તેમ અડ્ડા ધમધમી રહ્યા છે. સાથે જ વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા પણ જાગી છે કે, નરોડા પોલીસની રહેમ નજર હેઠળ અડ્ડા ચાલી રહ્યા છે. આ અડ્ડા પર દારૂ, બિયર, ગીતો અને ખાવાપીવાની મહેફિલ થાય છે. આ વીડિયો નરોડાનો હોવાનું કહેવાય છે.
જ્યારે નરોડા માછલી સર્કલ પાસે રોજ સાંજે દારૂની મહેફિલો જામતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. વાયરલ વીડિયો બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કિરીટ નામના બુટલેગરને પોલીસે પરમિશન આપી હોવાની ચર્ચા થઇ રહી છે.
સ્થાનિક અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઘરોબો હોવાથી અડ્ડા ચાલતા હોવાની પણ ચર્ચા થઇ રહી છે. નરોડા જીઆઇડીસીથી માંડી આખા વિસ્તારમાં ઠેર-ઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની ચર્ચા છે.SS1MS