Western Times News

Gujarati News

પૂર્વ જદયુ અધ્યક્ષ શરદ યાદવનું ૭૫ની ઉમરમાં નિધન, દિકરી શુભાષિનીએ માહિતી આપી

પટણા, જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનુ ગુરુવારે નિધન થઇ ગયુ છે. તેમની દિકરી શુભાષિની યાદવે આ દખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે ૭૫ વર્ષની ઉમરમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તે થોડા દિવસોથી બિમાર હતા. શુભાષીની યાદવે ટ્‌વીટ કરીન લખ્યુ છે પાપા નથી રહ્યા તેમનું નિધન ગુરુવારે ફોર્સિસ હોસ્પિટલમાં થયુ છે. તેમના પરિવારમાં પત્ની અને એક દિકરી અને દીકરો છે.

ફોર્ટસ હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, શરદ યાદવને ગંભીર અને અચેતન અવસ્થામાં ઇમરજેન્સી વોર્ડમાં લાવામાં આવ્યા હતા. શરુઆત તપાસમાં તે કોઇ પ્રતિક્રિયા નહોતા કરી રહ્યાઇલાજ દરમિયાન તેણે રાતના ૧૦ઃ૧૯ વાગ્યે દમ તોડી દિધો હતો.

ફઓર્ટિસ હોસ્પિટલમાં શોકમાં ડૂપેલા પરિવાર માટે દુખ વ્યક્ત કર્યુ છે. ઓળખ જણાવી દઇએ કે બિહાર પોલિટિક્સમાં અલગ ઓળખ બનાવનાર શરદ યાદવનો જન્મ ૧ જુલાઇ ૧૯૪૭ ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદના બદાઇ ગાવમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી લઇને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.

શરદ યાદવે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાની અળગ ઓળખ બનાવી છે. જેડીયુથી અલગ થયા બાદ તેમણે અલગ પાર્ટી લોકતાંત્રિક જનતા દળ બનાવી હતી. પ્રદર્શન સારુ નહી રહેવા પર તેમણે માર્ચ ૨૦૨૨ માં રાષ્ટ્રીય જનતા દળમાં વિલય કરી લીધી હતી.

તેમણે ૨૦૧૯ માં લકસભા ચૂટણી આરજેડીના ટીકીટ પર લડી હતી. તેમની દિકરી શુભાષીની યાદવએ ૨૦૨૦ માં બિહાર વિધાનસભા ચૂંટણી કોગ્રેસની ટિકિટ પર લીડી હતી.શરદ યાદવના નિધ પર પીએમ મોદી સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે.

તેમની ગણતરી દેશના સમાજવાદી નેતાઓ તરીકે થતી હતી. શરદ યાદવને દેશના તમામ નેતાઓથી સારા સબંધ હતા. નીતિશ કુમાર અને લાલુ યાદવના નજીકના હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.