ગોધરામાં સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા ખાતે રા.અ.પો.દળ જુથ-૫ એસ.આર.પી. જુથના અધિકારી/કર્મચારીઓ અને તેઓના પરીવારના સભ્યોના સ્વાસ્થ્ય અનુસંધાને સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેટ તથા સર્વ રોગ નિદાન ફ્રિ મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ જેમાં ૪૫૦ સભ્યોના સર્વ રોગ નિદાન ફ્રિ મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધેલ અને ૭૦ અધિકારી/કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ. સેનાપતિ તેજલ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક ડી.જે ચૌધરી તથા આર.બી. વર્માનાઓ દ્વારા અધિકારી/કર્મચારીઓ અને તેઓના પરીવારના સભ્યોને બ્લડ ડોનેટ તથા સર્વ રોગ નિદાન ફ્રિ મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં જાેડાવા પ્રોત્સાહિત કર્યા.