કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેના કાફલાની કાર પલટી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Ashwini.jpg)
પટણા, કેન્દ્રીય મંત્રી અશ્વિનિ કુમાર ચૌબેના કાફલાની એક જીપ પલટી ગઇ હતી. મહત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં અશ્વિની ચૌબે સુરક્ષિત છે. જાે કે, જીપ પલટી છે તેમા પોલીસના જવાન ઘાયલ થયા છે. મળતી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં કુલ ૫ જવાન ઘાયલ થયા છે.
જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું ઇલાજ ચાલુ રહ્યુ છે. અશ્વિની ચૌબે બક્સરથી પટના જઇ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી. અશ્વિની કુમાર ચૌબે એ પોતાના ટ્વીટર હેડલ પર આ ઘટાની જાણકારી આપી હતી. તેમના દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમા જાેઇ શકાય છે કે, અશ્વિની ચૌબેની ગાડી પલટી છે. તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટના મિથિલા અને નારાયણપુરા વચ્ચે થઇ હતી.
અશ્વિની કુમાર ખુદ આ ઘટનાની જાણકારી આપતા તેનો વીડિયો પણ શેર કરી દિધો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, બક્સરથી પટના જનાર ક્રમમાં ડુમરાવ મઠીલા નારાયણપુરા પથના સડક પુલની નહરમાં કારકેંડમાં ચાલી રહેલા કોરાનસરાય થાનેમાં ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ છે. પ્રભુ શ્રીરામની કૃપાથી તમામ લોકો કુશલ છે. ઘાયલ પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં દાખલ કવામા આવ્યા છે.
હોસ્પિટલમાં પહોચ્યા બાદ ખુદ અશ્વિની ચૌબેએ ઘાયલોને ઇલાજ કરાવ્યો હતો. અને તેનો હાલ જાણ્યો હતો. ડુમરાવ અનમંડલ હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મિઓને લઇને આવ્યુ છું. તેમણે પ્રતિમિક સારવાર આપવામાં આવી રહી છે. બે પોલીસ કર્મીઓને વાધારે ઇજા થઇ છે.HS1MS