નવરંગપુરામાં ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ

પ્રતિકાત્મક
શેરની કાયદેસર ખરીદી કે વેચાણ નહી કરીને તફાવતના નાણાં પર કૌભાંડ ચલાવાતું હતું
અમદાવાદ, સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની સાયબર સેલ દ્વારા નવરંગપુરા સંઘવી હાઈસ્કુલ પાસે આવેલા શુભલક્ષ્મી ટાવરમાં ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીગનો પર્દાફાશ કરીને ચાર વ્યકિતની ધરપકડ કરી નવ મોબાઈલ ફોન, બે લેપટોપ અને રોકડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બ્રોકર પાસેથી ગેરકાયદેસર રીતે લોગઈન આઈડી મેળવીને વિવિધ કંપનીઓના શેરની કાયદેસરની ખરીદી કે વેચાણ નહી કરીને તેના તફાવતને આધારે આર્થિક લાભ લેવામાં આવતો હતો. પ્રાથમીક તપાસમાં પોલીસને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા હતા.
જે અંગે સીઆઈડી ક્રાઈમના સાયબર ક્રાઈમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમના સાયબર ક્રાઈમ સેલના પીએસઆઈ એસઆઈ ગઢવીને બાતમી મળી હતી કે નવરંગપુરા સંઘવી હાઈસ્કુલ પાસે આવેલા શુભલક્ષ્મી ટાવરમાં રહેતા સંજય શાહ અને રાજીવ શાહ નામનો બે ભાઈઓ તેમના ઘરે ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડીગનું મોટું કૌભાંડ ચલાવે છે.
જેના આધારે પોલીસે શુક્રવારે મોડીસાંજે દરોડા પાડીને સંજય શાહ, રાજીવ શાહ બંને રહે. શુભલક્ષ્મી ટાવર, નવરંગપુરા વિનોદ શાહ, રહે. શિવશકિતનગર અખબાર અને ઉજજવલ શાહ નિરવ કોમ્પ્લેક્ષ નવરંગપુરાને ઝડપી લીધા હતા. પોલીસ સ્થળે પરથી ૧૦ મોબાઈલ ફોનએ બે લેપટોપ મળી આવ્યા હતા.
જેમાં તેમણેવેલોસીટી બ્રોકર પાસેથી લોગઈન આઈડી મેળવીને મેટા ટ્રેડર્સ પ નામની એપ્લીકેશનથી ગેરકાયદે સોદા કરવામાં આવતા હતા. પોલીસે તપાસ કરતા ચારેય જણા મોબોાઈલ અને લેપટોપ મારફતે વિવિધ કંપનીઓના શેરની ગેરકાયદેસર ખરીદી વેચાણ કરતા હતા.
જેમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા હતા. આ સાથે પોલીસને તેમની સાથે ડબ્બા ટ્રેડીગ કરતા અનેક લોકોનું લીસ્ટ પણ મળી આવ્યું હતું. સાયબર ક્રાઈમ સેલ દ્વારા જપ્ત કરાયેલા મોબાઈલ અને લેપટોપને તપાસ માટે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેના રીપોર્ટના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવશે.