નારી શક્તિના ઉદ્ધારક, નવયુગ પ્રવર્તક આદિપિતા પ્રજાપિતા બ્રહ્માબાબા
‘‘ભારત માતાની જય’’, વંદે માતરમ અને શાસ્ત્રમાં વર્ણવાયેલ ‘‘યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતા’’ ની પંક્તિ ફક્ત પુસ્તક કે શાસ્ત્ર સુધી સિમીત ન રાખી પરંતુ વ્યવહારમાં પણ સાકાર કરી માતાઓ અને બહેનોને વિશ્વ પરિવર્તનના કાર્યમાં આધારશિલા બનાવી તે છે – પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંસ્થાપક બ્રહ્માબાબા.
સદીઓથી વિશ્વમાં મહિલાઓની દયનીય દશા હોવાના કારણે માનવીય મૂલ્યોનું પતન થયું હતું. બ્રહ્માબાબાએ નારીને શક્તિ સ્વરૂપ બનાવી તેમાં છૂપાયેલ મહાન શક્તિનો અહેસાસ કરાવ્યો. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી નારીઓનો ઉદ્ધાર નહીં થાય ત્યાં સુધી આ માયાવી સમાજનો કાયાકલ્પ કરવો મુશ્કેલ છે. પરમાત્મ સત્તા અને ઇશ્વરીય જ્ઞાનથી બાબાએ માતાઓ અને બહેનોને સમ્માન દઇ બ્રહ્માકુમારી સંસ્થાની સંપૂર્ણ જવાબદારી માતાઓના શિરે મૂકી આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત કરી હતી.
માતાઓ અને બહેનોને આગળ કરી બાબાએ પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓનું સ્થાન માત્ર ચાર દિવાલો સુધી સિમીત છે તે પૂર્વગ્રહોને તોડી સ્ત્રીમાં છૂપાયેલ ગુણો અને શક્તિને પ્રેરિત કર્યા. ૧૯૩૬ માં બાબાએ ‘‘ઓમ મંડળી’’ નામની સંસ્થાની શરૂઆત કરી
જેમાં ફક્ત માતાઓ અને બહેનો જ હતી. રૂઢિવાદી સમાજે તેનો જાેર-શોરથી વિરોધ કર્યો. વિરોધે આંદોલનનું રૂપ પણ લીધું પરંતુ પરમાત્મા શિવ દ્વારા વિશ્વ પરિવર્તનનું પ્રારંભાયેલ આ કાર્ય શક્તિ રૂપ ધારણ કરી બુરાઇઓનો મુકાબલો કરી જીતમાં પરિવર્તિત થયું. સત્યનો જય થયો. આ વિશ્વ પરિવર્તનના કાર્યે એ સિધ્ધ કરી દીધું કે ‘‘નારી નર્કનું નહીં પણ સ્વર્ગ’’ નું દ્વાર છે.
૧૮૭૬ માં હૈદરાબાદ-સિંધમાં ધર્મપરાયણ કુટુંબમાં જન્મેલા પ્રજાપિતા બ્રહ્માબાબાનું બાળપણનું નામ લેખરાજ હતું. તેઓ બાળપણથી જ ખૂબ ભક્તિ ભાવવાળા હતા. તેઓ નારાયણના અનન્ય ભક્ત હતા. પરંતુ લક્ષ્?મી દ્વારા વિષ્?ણુ ના પગ દબાવવાનું ચિત્ર તેમને બિલકુલ પસંદ નહતું.
તેઓ ચિત્રો બનાવવાવાળાને પણ લક્ષ્?મીને વિષ્?ણુની સાથે બેઠેલું ચિત્ર બનાવવાની પ્રેરણા દેતા હતા. બાબા હંમેશા કહેતા કે આત્મા આત્મા આપસમાં સમાન છે. તો પછી સ્ત્રી પુરુષના દરજ્જામાં અસમાનતા કેમ? સંસારમાં બધી જ મનુષ્?ય આત્માઓનો સમાન દરજ્જાે રહે, એકતા રહે તે માટે તઓ હંમેશા પ્રયત્નશીલ હતા.
ઇ.સ.૧૯૩૬-૩૭ માં આશરે ૬૦ વર્ષની ઉંમરે દાદા લેખરાજના જીવનમાં અદભૂત મહાન ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તે સમયે ભારતમાં અંગ્રેજાેની ગુલામીમાંથી મુક્ત થવા રાજકીય સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી. પરંતુ અંધશ્રધ્ધા, કુરિવાજાે, અર્થવિહીન ધાર્મિક વિધિઓ, આડંબર, દંભ, ખોટા રીતરિવાજાે તથા વિકારોની ગુલામીમાંથી માનવીઓને મુક્ત કરવાનો કોઇ કાર્યક્રમ ચાલતો નહતો.
ધર્મગ્લાનિનો સમય જ ગણોને? ગીતામાં આપેલા વાયદા મુજબ સત્ય ધર્મની સ્થાપના માટે પરમાત્માના અવતરણનો સમય આવી પહોંચ્યો હતો. વારાણસીમાં એક મિત્રના ઘેર તેઓ બેઠા હતા ત્યારે તેમને જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવનો દિવ્ય સાક્ષાત્કાર થયો, દુનિયાના મહાવિનાશનો પણ સાક્ષાત્કાર થયો.
ત્યાર પછી આવનાર સુખ-શાંતિમય સતયુગી દુનિયાનો સાક્ષાત્કાર થયો. ત્યારબાદ સ્વયં પરમાત્માએ તેમનું નામ લેખરાજમાંથી પ્રજાપિતા બ્રહ્મા રાખ્યું તથા નવી સતયુગી દુનિયાની સ્થાપનાનું મહાન કાર્ય સોંપ્?યું. ત્યારબાદ બ્રહ્માબાબાએ પોતાની તમામ સંપત્તિ માતાઓના બનેલા આ ટ્રસ્ટને સોંપી દીધી અને પરમાત્માના સતત માર્ગદર્શન હેઠળ વિશ્વ પરિવર્તનનું કાર્ય કર્યું.
પ્રજાપિતા બ્રહ્માબાબાએ વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક દ્રષ્?ટિકોણથી લોકોને આધ્યાત્મિક શક્તિનું રહસ્ય બતાવ્યું તથા શાંતિની શક્તિથી આત્માની અંદર છૂપાયેલ શક્તિ પૂંજ તથા દૈવીગુણોને જાગ્રત કરવા માટે પ્રેરણા આપી કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારરૂપી પાંચ વિકારોથી તમોગુણી બની ગયેલ માનવને દૈવીગુણો અને મૂલ્?યનિષ્?ઠ શિક્ષા આપી સતોગુણી બનાવવાનું માનવતાલક્ષી મહાન કાર્ય કરી પ્રજાપિતા બ્રહ્માબાબા પરમાત્માની યાદ તથા ત્યાગ તપસ્યા દ્વારા દૈવીગુણધારી બની ગયા.
૧૮ જાન્યુઆરી ૧૯૬૯ ના રોજ પોતાના વિનાશી શરીરનો ત્યાગ કરી બેહદ સેવા માટે ફરિશ્તા બની ગયા. બાબા આજે ભલે સાકાર શરીરથી આપણી વચ્ચે નથી. પરંતુ તેઓની સૂક્ષ્?મ અને શક્તિશાળી દ્રષ્?ટિથી લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ સતત ફેલાઇ રહ્યો છે.
સાત દશકા પહેલાં બાબાએ જે માનવતાનો દીપક પ્રગટાવ્યો તે આજે એક મહાન મશાલનું રૂપ ધારણ કરી ચૂક્યો છે. એક નાની ચિનગારીએ આજે મહાક્રાંતિનું રૂપ લીધું છે. માત્ર થોડી જ મહિલાઓથી શરૂ થયેલ આ સંસ્થાનું સમગ્ર સંચાલન માત્ર બહેનો દ્વારા થઇ રહેલ છે.
વિશ્વના ૧૩૦ થી પણ વધુ દેશોમાં ૮૫૦૦ થી પણ વધુ સેવાકેન્દ્રો ધરાવતી આ સંસ્થામાં ૨૫ હજારથી વધુ સમર્પિત શ્વેત વસ્ત્રધારી બહેનો સતત વિશ્વ પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે અને ૯ લાખથી પણ વધુ લોકો પવિત્ર જીવન જીવી રહ્યા છે.
૧૮ જાન્યુઆરી બ્રહ્મા બાબાના આ સ્મૃતિ દિવસને પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા ‘‘વિશ્વ શાંતિ દિવસ’’ તરીકે મનાવે છે. આ દિવસે લાખો લોકો સમગ્ર વિશ્વમાં માનવીય મૂલ્યોની સ્થાપના તથા વિશ્વ શાંતિ માટે મૌન રાખશે તથા મેડીટેશન કરશે.
નિરાકારી, નિર્વિકારી અને નિરહંકારી બનવાનો તથા યોગી અને પવિત્ર જીવન જીવવાનો બાબાનો સંદેશ આપણા જીવનમાં ઉતારીશુ તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે.
સતયુગી દુનિયાના આષર્દ્રષ્?ટા, માનવ એકતાના પ્રણેતા મહા માનવ, પવિત્રતાના પ્રતિક, શાંતિદૂત બ્રહ્માબાબાને આજના દિને હ્રદયપૂર્વક કોટી કોટી વંદન હો. ઓમ શાંતિ …….
બ્ર.કુ. સુરેખાબેન, મુખ્ય સંચાલિકા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ગોધરા