સત્તાવીસ વરિયા ગોર પ્રજાપતિ સમાજની સમિતિ ચૂંટાઈ

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી તથા ભિલોડા એમ ત્રણ તાલુકાના ૨૭ ગામની ૨૭ વરિયા ગોર પ્રજાપતિ સમાજની એક મહત્વની મીટીંગ તારીખ ૧૮- ૧- ૨૩ ને બુધવારના રોજ સમાજની વાડીમાં યોજાઇ હતી.
જેમાં સમાજની નવીન સમિતિની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રજાપતિ ભરતભાઈ છગનભાઈ બ્રહ્માણી શુદ્ધ જલ ખેડબ્રહ્મા વાળા, મંત્રી તરીકે પ્રજાપતિ રાજુભાઈ કેશાભાઈ, ઉપપ્રમુખ તરીકે (૧) પ્રજાપતિ દિલીપભાઈ ખેમાભાઈ (૨) પ્રજાપતિ મહેન્દ્રભાઈ ડાહ્યાભાઈ તથા સહમંત્રી તરીકે પ્રજાપતિ જયંતીભાઈ માધાભાઈ ની બિનહરીફ વરણી કરાઈ હતી. નવા વરાયેલા તમામ હોદ્દેદારોને સમાજના સૌએ અભિનંદન આપ્યા હતા.