Western Times News

Gujarati News

વિદેશ જનારા ગુજરાતીઓનુ ભણવાનું સપનુ રગદોળાય છે, લોન આપોઃ કુમાર કાનાણી

(એજન્સી)સુરત, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા રજૂઆત કરી છે. તેઓ પત્રમાં વિદ્યાર્થીઓને લોન સમયસર ન મળતી હોવાની ફરિયાદ કરી છે.

સાથે જ કહ્યું કે, વીઝા મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓને લોન નથી મળતી. તેથી ગુજરાત સરકાર વિદેશ અભ્યાસ લોનની પદ્ધતિ સરળ કરવા રજૂઆત કરી. ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા આપણે સૌ જાણીએ છીએ. આવામાં દરેક ગુજરાતીનું વિદેશ જવાનુ સપનુ સાકાર થતુ નથી.

આવામાં વિદેશમાં ભણવા માટે લોન મોટી મદદ સાબિત થતી હોય છે. પરંતુ હવે આ લોન પણ સરળતાથી મળી નથી રહી. આ કારણે વિદેશ જવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓનું સપનુ રગદોળાય છે. તેથી જ ધારાસભ્ય કુમાર કાનાણીએ આ અંગે સરકારમાં અવાજ ઉઠાવ્યો છે.

તેઓએ પત્ર લખીને જલ્દીથી એજ્યુકેશન લોનની સમસ્યા દૂર કરવા અપીલ કરી છે. કુમાર કાનાણીએ પત્ર રજૂઆત કરી કે, ‘ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.