1200 PSIની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોક
(એજન્સી)અમદાવાદ, ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જ્યાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા રોક લગાવી છે. એટલે કે પીએસઆઈ મોડ ૨ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોકએ રોક લગાવી છે.
હાઈકોર્ટે ૧૨૦૦ પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી છે. ૬ સપ્તાહમાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટ ખડપીઠે સિંગલ જજની બેચ ને વિનંતી કરી છે. સ્ં સેક્શનમાં કામ કરતા ૫૭ કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવા કોર્ટે છૂટ આપી હતી. મહત્વના મુદ્દાઓ…
– પીએસઆઈ મોડ ૨ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોક.
– ૧૨૦૦ પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટની રોક.
– ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ હાઈકોર્ટમાં સુનવણી.
– કોર્ટ માં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા પર રહેશે રોક- હાઈકોર્ટ.
– એમટી સેક્શનમાં કામ કરતા ૫૭ કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવા કોર્ટે છૂટ આપી હતી.
– ૬ સપ્તાહમાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટ ખંડપીઠે સિંગલ જજની બેચને કરી વિનંતી.