વાપી વીઆઇએમાં એકસ્પોર્ટ અંગે એવરનેસ સેશન યોજાયું

(પ્રતિનિધી) વાપી, વાપીમાં વી આઈ એ દ્વારા જુદા જુદા વિષયો પર વખતો વખત અવેરનેશ સેસનનું આયોજન કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ VIA ખાતે, વિદેશોમાં એક્ષપોર્ટ કરતા ઉદ્યોગકારોની સહુલિયત માટે એક અવેરનેશ સેસનનું આયોજન વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેન્ટર વલસાડ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
જેમાં VIA ના માનદમંત્રી શ્રી સતિષ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સુરતના જાેઈન્ટ DGFT શ્રી અભિમન્યુભાઈ શર્માએ ફોરેન ટ્રેડ પોલિસી (FTP) જેમાં ખાસ કરીને હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એક્ષપોર્ટ માટેની પોલિસી વિષે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર જાણકારી આપી. નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના મેનેજર શ્રી અંકિતભાઈ સિસોદીયા દ્વારા નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના ફોરેન કરન્સી સ્ટેટમેન્ટ વિષે વિગતવાર જાણકારી.
એનો લાભ લેવાથી ફોરેન કરન્સીમાં થતી વધ-ઘટ થી ઓછામાં ઓછું નુકસાન થાય છે. ગુજરાત FIEO (WR) ના હેડ શ્રી જયપ્રકાશ ગોયલે એક્ષપોર્ટ માટે DGFT દ્વારા બનાવવામાં આવેલ ઇન્ડિયન ટ્રેડ પોર્ટલ વિષે જાણકારી આપવામાં આવી જેનું સંચાલન FIEO દ્વારા કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેન્ટર વલસાડના મેનેજર (RM) શ્રી યજ્ઞેશભાઈ પાવાગઢી દ્વારા કોવિડ કાળ પછી શરૂ કરવામાં આવેલ ગુજરાત આર્ત્મનિભર પોલિસીનો લાભ એક્ષપોર્ટ કરતા ઉદ્યોગકારો કઈ રીતે લઇ શકે તે વિષે જાણકારી આપી. અંતે પ્રશ્નોત્તરીનો વિભાગ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો લાભ ફૈંછ ના સહ માનદ મંત્રી શ્રી કલ્પેશ વોરા, VIA ના મેમ્બર્સ તથા ઉદ્યોગકારોએ લીધો હતો.