૫૦થી વધુ વર્ષથી અનાજનો દાણો ખાધા વગર જીવી રહી છે વૃદ્ધા
નવી દિલ્હી, જીવન જીવવા માટે ખોરાક સૌથી મહત્વનો છે. ખાધા-પીધા વગર જીવન જીવવું અશક્ય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ વ્યક્તિ ખોરાક વગર જ જીવન જીવી રહ્યું છે. જી હાં, આ કોઈ કાલ્પનિક વાત નથી પણ વાસ્તવિકતા છે, જેમાં એક વૃદ્ધ સ્ત્રી ખોરાક લીધા વિના જીવી રહી છે.
તે માત્ર ચા અને હેલ્થ ડ્રિંક્સ પીને જીવન પસાર કરી રહી છે. હુગલી જિલ્લાના ગોઘાટના શ્યામબજાર પંચાયતના બેલડીહા ગામની એક વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી ભોજન લીધા વગર અન્ય લોકોની જેમ જ સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી રહી છે. વૃદ્ધાનું નામ અનીમા ચક્રવર્તી છે, જેમની ઉંમર લગભગ ૭૬ વર્ષ છે.
પરિવારના સભ્યોએ કહ્યું કે, તે ૫૦ વર્ષથી વધુ સમયથી ખોરાક ખાધા વિના સામાન્ય રીતે જીવન પસાર કરી રહી છે. અનીમા ચક્રવર્તીના દીકરાએ જણાવ્યું કે, અમારા પરિવારની સ્થિતિ પહેલા સારી નહોતી અને મારી માતા લોકોના ઘરે કામ કરવા જતી હતી. તે અમારા પરિવારના સભ્યોને ત્યાંથી જે પણ ચોખા અથવા મમરા લાવતી હતી તે ખાવા આપતી હતી. તેથી તેની પાસે કશું જ બચતું ન હતું.
અનીમા ચક્રવર્તી આ રીતે ઘરમાં રાંધેલા ખોરાક વગર માત્ર લિક્વિડ દ્વારા જ પેટ ભરતી હતી. હુગલીના એક ડૉ. બિલેશ્વર બલ્લવે કહ્યું, આપણા શરીરને ટકી રહેવા માટે ઊર્જા, કેલરી અને પોષકતત્વોની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પ્રવાહી અથવા ઘન હોઈ શકે છે.
આપણા શરીરની સામાન્ય પ્રક્રિયા જેમ કે, શ્વાસોચ્છવાસ અથવા પાચનતંત્ર અથવા જીવન ટકાવી રાખવા માટે જે કંઈ પણ જરૂરિયાત રહે છે, તે બધી એનર્જી જે કોષોને જરૂરી છે. એટલે કે કેલરી, જે કોઇને તે પ્રવાહી ખોરાકમાંથી પણ મળી રહે છે, તો પછી તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા થતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેને ચા અથવા તે જે પ્રવાહી વસ્તુઓનું સેવન કરે છે, તેનાથી જીવન ટકાવી રાખવા માટે જરૂરી પોષક તત્વો મળી રહ્યા છે. તેથી તે સંપૂર્ણ સ્વસ્થ છે.
આ કોઇ આશ્ચર્યજનક ઘટના નથી. ધારો કે કોમામાં રહેલા કે લાંબા સમયથી બીમાર હોય તેવા તમામ દર્દીઓ લાંબા સમયથી રાઇસ ટ્યૂબ દ્વારા પ્રવાહી લેતા હોય છે, તેથી તેઓ પણ બચી રહે છે.
આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, અમે જાેયું કે અનીમા ચક્રવર્તી નામની વૃદ્ધ મહિલા ખોરાક ખાધા વિના સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી રહી છે. તે જાેઈને આ વિસ્તારના એક રહેવાસીએ જણાવ્યું કે જ્યારથી મને તેના વિશે જાણ થઈ છે, ત્યારથી મેં આ વૃદ્ધ મહિલાને કોઈ નક્કર ખોરાક ખાધા વિના જીવતી જાેઈ છે, તે માત્ર ચા અને હેલ્થ ડ્રિંક જેવા પ્રવાહીનું સેવન કરે છે.
ગામના લોકો એક બાજુ આશ્ચર્યમાં છે અને બીજી તરફ આ મહિલાના અસ્તિત્વ પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. તેઓ કહે છે કે, વ્યક્તિ એક દિવસ ખાધા વગર રહી શકતી નથી, પરંતુ તે વૃદ્ધ સ્ત્રી ઘણા વર્ષોથી આ રીતે જીવન જીવી રહી છે.SS1MS