ગિલને જોઈને સ્ટેડિયમમાં સારા-સારાના નારા લાગ્યા
મુંબઈ, શુભમન ગિલ આ દિવસોમાં ચર્ચામાં છે. અંગત જીવનમાં તેમજ ક્રિકેટના મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે પણ તે ઘણો ચર્ચામાં છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન પોતાની બેટિંગની સાથે સાથે ડેટિંગના સમાચારોને કારણે હેડલાઈન્સમાં રહે છે.
ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં શાનદાર ઓપનિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા. શુભમનની બેવડી સદી ફટકારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, પરંતુ આ વીડિયો ન્યૂઝીલેન્ડની મેચનો નથી પરંતુ શ્રીલંકા સાથેની મેચનો છે. જેમાં શુભમન ગિલનું નામ બોલવાને બદલે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકોએ ક્રિકેટરને સામે જાેઈને ‘સારા-સારા’ બોલવાનું શરૂ કરી દીધું હતું.
શુભમન ગિલનું નામ સારા અલી ખાન અને સારા તેંડુલકર બંને સાથે જાેડાયેલું હોવાથી મૂંઝવણ છે. શુભમન ગિલનું નામ બે સુંદરીઓ સાથે જાેડાયેલું છે અને સંયોગ જુઓ, બંનેનું નામ સારા છે. બેવડી સદી ફટકારનારા ક્રિકેટર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે.
ક્રિકેટના મેદાનમાંથી શુભમનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ‘સારા-સારા’ ના નારા લગાવી રહ્યા છે. આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે જેમ જ શુભમન ગિલ બોલ પાછળ દોડતા સ્ટેડિયમની બાઉન્ડ્રી સુધી પહોંચ્યો તો ત્યાં બેઠેલા પ્રેક્ષકો સારા-સારા કહેવા લાગ્યા.
જાે કે દર્શકોના આ સ્લોગન પર ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે ચાહકો સારા અલી ખાન કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું નામના નારા લગાવી રહ્યા છે, તેને લઈને મૂંઝવણ છે. શુભમન ગિલનું નામ સારા તેંડુલકર સાથે પણ જાેડાયેલું છે અને તે ઘણી વખત સારા અલી ખાન સાથે જાેવા મળ્યો છે.
આ પહેલા શુભમન ગિલ વિશે સમાચાર આવ્યા હતા કે તે ક્રિકેટર સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સારા અલી ખાનનું નામ જાેડાઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં સારા અલી ખાન અને શુભમન જયપુર એરપોર્ટ પર સાથે જાેવા મળ્યા હતા. એવી અટકળો પણ ચાલી રહી હતી કે બંનેએ નવું વર્ષ એકસાથે સેલિબ્રેટ કર્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.SS1MS