Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪મી બાદ શરુ થશે કાતિલ ઠંડીનો રાઉન્ડ

અમદાવાદ, રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કાતિલ ઠંડી પડશે એવી આગાહી જ્યોતિષોએ કરી છે. આગામી ૨૪ જાન્યુઆરી બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે એવી આગાહી કરવામાં આવી છે.

જે બાદ રાજ્યના લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. તો ફેબ્રુઆરીમાં ૧૯ તારીખ પછી ઠંડીના પ્રમાણમાં ઘટાડો જાેવા મળશે. રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે.

ત્યારે જ્યોતિષોએ આગાહી કરી છે કે, આગામી ૨૪ જાન્યુઆરી બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થશે. જે બાદ રાજ્યના લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. એ પછી આગામી ૧૯ ફેબ્રુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે.

આ સિવાય રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માવઠુ પડવાની પણ શક્યતા છે. તો ૭.૨ ડિગ્રી સાથે નલિયા રાજ્યનુ સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. તો અમદાવાદનું તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયુ હતુ.

જ્યોતિષીની આગાહી મુજબ, ૨૪ જાન્યુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થઈ શકે છે. તો આગામી ૨૯ જાન્યુઆરીના રોજ વાદળછાયુ વાતાવરણ રહે એવી શક્યતા છે. જે બાદ ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

આ સિવાય જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરુઆતમાં ખૂબ જ આકરી ઠંડી પડે એવી શક્યતા છે. તો જ્યોતિષોએ એવી પણ આગાહી કરી છે કે, ૧૯ ફેબ્રુઆરી બાદ ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે. ત્યારબાદ ધીરે ધીરે થોડી ગરમી શરુ થશે.

જ્યારે માર્ચ મહિનામાં આકરી ગરમી પડવાની શક્યતા છે. માર્ચ બાદ ધીરે ધીરે ગરમીની શરુઆત થવા લાગશે. તો હાલ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે ધટશે એવી શક્યતા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, વિસનગર, હારીજ વગેરેમાં ન્યૂનતમ તાપમાન ૧૦ ડિગ્રીથી પણ નીચુ જવાની શક્યતા છે. તો આકરી ઠંડીના કારણે રાજ્યની કેટલીક સ્કૂલો દ્વારા સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક સ્કૂલો કે જે સાડા સાત વાગે શરુ થતી હતી તેઓએ પોતાના સમયમાં ફેરફાર કરીને ૮ વાગ્યાનો સમય કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.