વિરપુર તલાવડી વિસ્તારની આંગણવાડી પાસે ગંદકીનુ સામ્રાજ્યથી સ્થાનિકોનો આક્રોશ
આંગણવાડી પાસે જ સફાઈના અભાવે ભૂલકાઓના આરોગ્ય સામે જાેખમ
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ તથા ગટરો ઉભરાવવાને કારણે ઠેર ઠેર ગંદકી જાેવા મળી રહી છે ખાસ કરીને આંગણવાડી પાસેના વિસ્તારમાં ગંદકીને કારણે માસૂમ ભૂલકાઓના આરોગ્ય સામે જાેખમ સર્જાયું છે વિરપુર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી અનેક સ્થળોએ સફાઈના અભાવે ગંદકી જાેવા મળી છે તંત્રના વાંકે વિરપુરની તલાવડી વિસ્તારમાં જાહેર રોડ પર તેમજ આંગણવાડી પાસે ગટરનુ દુષિત પાણી ફરી વળ્યુ છે તલાવડી વિસ્તારમાં અવનવર ગટરોનું ચોક અપ થઈ જવાના કારણે તેમજ ગટરની યોગ્ય સમયે સફાઈના અભાવના લીધે આંગણવાડી પાસે ગંદકી જાેવા મળે છે.
.આંગણવાડીમાં નાના બાળકો પણ આ રસ્તા પરથી પસાર થઈને આંગણવાડીમાં ભણવા અર્થ જતા હોય છે ત્યારે આ ગંદકીના લીધે મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરસ્થિતિ અહી નિર્માણ પામી શકે તેમ છે ત્યારે સ્થાનિકોએ આ ગંદકીને લઈને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયત નું પેટનુ પાણી પણ હલતું નથી આવનાર દિવસોમાં આંગણવાડી પાસેની ગંદકીની સફાઈ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકોએ વ્યકત કરી છે ત્યારે આંગણવાડી પાસે દવાનો છટકાવ કરીને વિસ્તારમાં સ્વચ્છતા રાખવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે…