ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આત્મીય દિવસની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.
બાળ કલ્યાણ સમિતિ ભરૂચ, સમાજ સુરક્ષા કચેરી ભરૂચ તથા જિલ્લા બાળ સુરક્ષા કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રએન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, ભરૂચના ચેરમેન આર.વી. પટેલ તથા સભ્યો, ત્રણે વિભાગના જવાબદાર અધિકારીઓ તથા સમાજ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ત્રણે સંસ્થાઓની કામગીરીને બિરદાવી બાળકોને પણ પ્રોત્સાહન આપ્યું હતું.જ્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન આર.વી.પટેલે સંસ્થાઓ અને સરકારની બાળ કલ્યાણલક્ષી કામગીરીનો ચિતાર આપી તેના માટે ત્રણે સંસ્થાઓનું શ્રેષ્ઠ સંકલન હોવાનું જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે ત્રણે સંસ્થાઓ સાચા અર્થમાં બાળકોના વાલી તરીકેની ફરજ નિભાવી તેમના કલ્યાણ મિત્રની બની રહ્યા છે.