વિરપુરની રાજેણા પ્રા.શાળામા ઈન્ટનશીપ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) વિરપુર, આજરોજ રાજેણા પ્રા શાળામોં ઇન્ટનશીપ કાર્યક્રમના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરની તાલીમાર્થી બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…. જેમો કોલેજના અધ્યાપક શ્રીમતિ કોકિલાબેન પંચાલ તેમજ રાજેણા પ્રા. શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ તેમજ એસ.એમ,સી સમિતિના સભ્યશ્રીઓ,સરપંચશ્રી નિવૃત શિક્ષકો,તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા,મુખ્ય મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શાળા પરિવાર તરફથી આમંત્રિત મહેમાનોને પુષ્પ ગુંચ્છથી સન્માનિત કરવામો આવ્યા તેમજ બાળકોના મનોરંજન અને જ્ઞાનવર્ધકના ભાગરૂપે વ્યસનમુક્તિ નાટક સ્વાગતગીત રાસ ગરબા અને સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામો આવ્યો.