વાપી ડીવાઇન હ્યુન્ડાઇ શોરૂમ ખાતે ગ્રાન્ડ આઈ ટેન નિયોસ કારનું લોન્ચિંગ
વાપી, વાપી ના ડીવાઈન હ્યુન્ડાઈ શોરૂમ ખાતે શુક્રવારે બપોરે ૧૨.૩૦ કલાકે ગ્રાન્ડ આઈ ટેન નીયોસ કાર ના ફેસ લિફ્ટ નો લોંચિંગ કરવામાં આવ્યું હતું જેમાં હ્યુન્ડાઈ ના માનવંતા ગ્રાહકો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ સાથે અનેક બેંકો ના લોન વિભાગ ના અધિકારીઓ અને શોરૂમ સ્ટાફ સમેત ડીવાઈન હ્યુન્ડાઈના એમ ડી પિયુષ દેસાઈ, ડાયરેક્ટર નિસર્ગ દેસાઈ હાજર રહ્યા હતા કાર નો અનાવરણ કર્યા પછી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યાર પશ્ચાત ડીવાઈન હ્યુન્ડાઈ ના એમ ડી પિયુષ દેસાઈ અને ડાયરેક્ટર નિસર્ગ દેસાઈ દ્વારા કાર ની અનેક ખૂબીઓ નો સરસ ચિતાર રજૂ કરી માનવંતા મહેમાનો ને માહિતગાર કર્યા હતા તેમને જણાવ્યુ કે આ કાર પેટ્રોલમાં ૧૨લીટર અને સી એન જી માં ઉપલબ્ધ છે.
સાથે આમા નવા સેફ્ટી ફીચર્સ જેમ કે, સ્ટાન્ડર્ડ ૪ એર બેગ તથા અન્ય મોડલમાં ૬ એર બેગ, વાયરલેસ મોબાઈલ ચાર્જર, સ્માર્ટ કી, ઓટો એસી, ઈ એસ સી, એચ એ સી, ટી પી એમ એસ જેવા અનેક ફીચર્સ સાથે ઉપલબ્ધ થશે. આ કારની શરૂઆતી કિંમત રૂા. ૫.૬૮ લાખ રાખવામાં આવેલ છે.