અમેરિકામા ફાયરિંગમાં નવ લોકોના મોત: કેલિફોર્નિયામાં સાત, આયોવામાં બેના મોત
વાॅશિંગ્ટન, અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે (૨૩ જાન્યુઆરી)ના રોજ થયેલી ફાયરિંગમાં કુલ ૯ લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. સાન મેન્ટો સ્થિત પોલીસ હેડક્વાર્ટરે જણાવ્યું હતું કે ફાયરિંગ સાન ફ્રાન્સિસ્કોથી ૩૦ માઇલ દક્ષિણે હાફ મૂન બે નજીક હાઇવે પર થયુ હતું. સાન મેન્ટો પોલીસે જણાવ્યું કે આ પીડિતો બે અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા.
યુએસએના આયોવાના ડેસ મોઇન્સ શહેરની એક શાળામાં સોમવારે ફાયરિંગની ઘટનામાં ૨ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે ૧ શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ડેસ મોઇન્સ પોલીસે બંનેના મોતની પુષ્ટી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ શિક્ષકની હાલત પણ નાજુક છે.
કેલિફોર્નિયામાં બે દિવસમાં આ ત્રીજી ઘટના છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. આ પહેલા ૨૨ જાન્યુઆરીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસના મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ નવા વર્ષની ઉજવણીમાં થયેલા ગોળીબારમાં ૧૦ લોકો માર્યા ગયા હતા.
આ ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને કેલિફોર્નિયા ફાયરિંગમા માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકન ધ્વજને એક દિવસ માટે અડધી કાઠીએ રાખવાનો આદેશ આપ્યો હતો.
ન્યૂઝ એજન્સી સીએનએનના રિપોર્ટ અનુસાર, જ્યાં ગોળીબાર થયો હતો તે મોન્ટેરી પાર્કમાં એશિયન મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે. કુલ વસ્તીના ૬૫.૫ ટકા લોકો ત્યાં રહે છે. તેથી નિષ્ણાતોના મતે ફાયરિંગ પાછળનું એક કારણ વંશીય ભેદભાવ હોઈ શકે છે. એફબીઆઈ આ મામલે તપાસ કરશે. વિશ્વવ્યાપી નાણાકીય કટોકટીને કારણે, મોટી ટેક કંપનીઓ તેમના કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહી છે.
આ કંપનીઓએ ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૨થી છટણી શરૂ કરી દીધી છે. જે લોકો લાંબા સમયથી આઈટી સેક્ટરની આ કંપનીઓમાં કામ કરી રહ્યા છે, તેઓને પણ કોઈને કોઈ કારણસર નોકરી છોડવાનું કહેવામાં આવી રહ્યું છે. ૩-૪ મહિનામાં હજારો કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.SS1MS