પ્રિયંકા ચોપરા અને નિક જોનસ દીકરીને લઈને બીચ પર પહોંચ્યા
મુંબઈ, ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ કામની સાથે માતૃત્વને પણ માણી રહી છે. પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર પતિ નિક જાેનસ ગત વર્ષે જાન્યુઆરીમાં દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસની દીકરી માલતી મેરી ચોપરા જાેનસ ૧૫ જાન્યુઆરીએ એક વર્ષની થઈ છે.
ત્યારે કપલે ધામધૂમથી દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ દીકરી અને પતિ સાથેની સુંદર તસવીરો શેર કરી છે. પ્રિયંકા ચોપરાએ પોતાનો વીકએન્ડ પતિ અને દીકરી સાથે દરિયાકિનારે વિતાવ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ તેના સન્ડે આઉટિંગની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પહેલી તસવીર ફેમિલી ફોટો છે. જેમાં પ્રિયંકા ચોપરા, નિક અને માલતી મેરી જાેવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં પ્રિયંકા દીકરી સાથે દરિયાને માણતી જાેવા મળી રહી છે.
જ્યારે ત્રીજી તસવીરમાં ત્રણેય બીચ પર સમય પસાર કરતાં જાેવા મળી રહ્યા છે. નિક અને પ્રિયંકાએ દીકરીનો ચહેરો હાલ દુનિયાથી છુપાવવાનો ર્નિણય કર્યો છે. જેથી દરેક ફોટોમાં માલતી મેરીનો ચહેરો હાર્ટ ઈમોજીથી ઢાંકવામાં આવ્યો છે.
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એ જાણીતા મેગેઝિન માટે દીકરી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો કે, શા માટે તેણે સરોગસીનો વિકલ્પ પસંદ કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે ‘મને મેડિકલ કોમ્પિલકેશન છે. તેથી, આ જરૂરી પગલું હતું. હું આ કરી શકું તેવી સ્થિતિમાં છું તે માટે કૃતજ્ઞ છું. અમારી સેરોગેટ ખૂબ ઉદાર, દયાળુ, પ્રેમાળ અને રમૂજી હતી.
તેણે છ મહિના સુધી અમારી આ કિંમતી ભેટની સંભાળ લીધી હતી’. ઉલ્લેખનીય છે કે, માલતી મેરી વહેલી જન્મી હોવાથી ૧૦૦ દિવસ સુધી રાખ્યા બાદ તેને ઘરે લઈ ગયા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા હવે ‘સિટાડેલ’ નામની વેબ સીરીઝમાં જાેવા મળશે.
આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે દેખાશે. પહેલીવાર આ ત્રણેય અભિનેત્રીઓ એક ફિલ્મમાં સાથે જાેવા મળશે.SS1MS