કર્તવ્યપથ પર જોવા મળશે મહિલા શક્તિ: પરેડમાં મિસાઈલ સિસ્ટમનું નેતૃત્વ લેફ્ટનન્ટ ચેતના કરશે

નવીદિલ્હી, પ્રજાસત્તાક દિવસની પરેડ અનેક બાબતોએ ખાસ બની રહી છે. આ વખતે ભારતીય સૈન્યની મહિલા અધિકારીઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. લેફ્ટનન્ટ ચેતના શર્મા પરેડ દરમિયાન ભારતમાં બનેલી સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમનું નેતૃત્વ કરશે.
જ્યારે, કોર્પ્સ ઓફ સિગ્નલ્સના લેફ્ટનન્ટ ડિમ્પલ ભાટી ભારતીય સેનાની ડેરડેવિલ્સ મોટરસાઇકલ ટીમનો ભાગ હશે. ચેતનાએ કહ્યું કે તે હંમેશા પરેડનો ભાગ બનવા માંગતી હતી. જે આખરે તેનું સપનું સાચુ બનવા જઈ રહ્યું છે.
સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સેનાની શસ્ત્ર ટુકડીનો એક ભાગ છે. જે ૨૬ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં જાેવા મળશે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લેફ્ટનન્ટ શર્માએ ટીમનું નેતૃત્વ કરવાની તક મળવા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલવા માટે વ્યક્તિમાં હિંમત અને જુસ્સો હોવો જાેઈએ. જ્યાં સુધી તમે સફળતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમારે ફરીથી પ્રયાસ કરવો જાેઈએ અને પ્રયાસ કરતા રહેવું જાેઈએ.”
લેફ્ટનન્ટ ચેતના શર્મા આર્મી એર ડિફેન્સ રેજિમેન્ટના અધિકારી છે. જે ડ્રોન અને દુશ્મન વિમાનો સામે આકાશની રક્ષા કરે છે. તે મૂળ રાજસ્થાનના ખાટુ શ્યામ ગામની રહેવાસી છે. તેણીએ ભોપાલમાં એનઆઈટીમાંથી ડિગ્રી મેળવી છે. પાછળથી તેણે સીડીએસની પરીક્ષા આપી હતી. જાે કે, આર્મીમાં જાેડાવવા માટે છ વખત પ્રયાસ કર્યા પછી, તે આખરે સૈન્યમા ભરતી પામવામાં સફળ રહી.
ભારતીય સેનાના કોર્પ્સ ઓફ સિગ્નલ્સ મોટરસાઇકલ ટીમના લેફ્ટનન્ટ ડિમ્પલ ભાટી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સ્ટંટ કરશે. તે છેલ્લા એક વર્ષથી ટીમ સાથે ટ્રેનિંગ કરી રહી હતી. લેફ્ટનન્ટ ભાટીએ ૧૧ મહિનાની તાલીમ બાદ નવેમ્બર ૨૦૨૧માં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીની પાસિંગ આઉટ પરેડમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે.
પરમવીર ચક્ર વિજેતા શૈતાન સિંહ ભાટીની પૌત્રી લેફ્ટનન્ટ ડિમ્પલ ભાટી અને તેની મોટી બહેન લેફ્ટનન્ટ દિવ્યા ભાટી બંને ભારતીય સેનામાં સેવા આપે છે. લેફ્ટનન્ટ દિવ્યાને ૨૦૨૦માં સેનામાં કેપ્ટન તરીકે કમિશન આપવામાં આવ્યું હતું.HS1MS