પ્રજાસત્તાક દિવસ પર આંતકી હુમલાનો ખતરોઃ દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર

નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈ સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સર્તકતા વધારી દીધી છે.
પોલીસ કમિશ્નરે ૨૬ જાન્યુઆરી પહેલા આતંકવાદી ગતિવિધિઓના ઈનપુટને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં પેરાગ્લાઈડર, પેરામીટર જેવા હવાઈ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં હેન્ગ ગ્લાઈડર, માનવ રહિત હવાઈ વિમાન જેવા રમકડા, ડ્રોન, હોટ બલૂન અને પેરા જમ્પિંગ વગેરે પર પુરી રીતે પ્રતિબંધ રહેશે. તેને લઈ દિલ્હી પોલીસ કમિશ્નર તરફથી આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.
ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ભારતીડ દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ નિયમનું ઉલ્લંઘન ગુનાની શ્રેણીમાં આવશે. આ પ્રતિબંધ ૧૫ ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. દિલ્હી પોલીસ સતત પ્રજાસત્તાક દિવસને લઈ કડક બંદોબસ્ત રાખી રહી છે. ચાર રસ્તા પર ચેકિંગ અભિયાન પણ સતત ચાલી રહ્યું છે.
પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૩૪ પિસ્તોલ જપ્ત કરી હથિયારોનો સપ્લાય કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમને કહ્યું કે આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી નાવેદ રાણા (૨૧) અને સલીમ (૩૯) તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે હથિયારોની ખેપ ગોગી ગેંગના એક સભ્યને પહોંચાડવાની હતી.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે દિલ્હી રેલવે સ્ટેશન પર ૩ બાંગ્લાદેશી નજર આવ્યા. સિયાહલદાથી દિલ્હી આવતી રાજધાની એક્સપ્રેસમાં ૩ શંકાસ્પદ વિશે જાણકારી મળી. ત્યારબાદ પોલીસ તંત્રમાં હંગામો મચી ગયો.
પોલીસે સીસીટીવીની મદદથી ત્રણેયને નિઝામુદ્દીનની એક હોટલમાંથી ઝડપી લેવામાં આવ્યા.જાે કે પુછપરછ બાદ ત્રણેય શંકાસ્પદ લોકોને છોડી દેવામાં આવ્યા. પોલીસ પ્રશાસન શકમંદોને લઈને અસમંજસમાં રહ્યું. આ ત્રણેય શંકાસ્પદ સ્ટેશન પર કોડવર્ડમાં વાતચીત કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસને તેમની પર શંકા ગઈ હતી.
લગભગ ૧૦૦૦ ખાસ લોકોને પરેડ જાેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાના કાર્યકર્તા, કર્તવ્ય પથના જાળવણી કામદારો, શાકભાજી વિક્રેતા, રિક્ષા ચાલક, નાની કરિયાણાની દુકાનના માલિક, દૂધ બૂથ કાર્યકર્તા અને સ્કૂલ બેન્ડ સ્પર્ધાના ફાઈનલિસ્ટની આઠ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.HS1MS