વાપીની ભંડારી પલક કુમારી એ મેળવેલ જલવંત સિદ્ધિ

(પ્રતિનિધિ) વાપી. આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન શૈક્ષણિક વર્ષ ૨૦૨૦- ૨૨ માં અભ્યાસ કરતી ભંડારી પલક કુમારી બી.એડ વર્ષ એપ્રિલ -૨૦૨૨ ની પરીક્ષામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ બી.એડ કોલેજમાં સૌથી વધુ CGPA પ્રાપ્ત કરી વીર નર્મદ યુનિવર્સિટીમાંથી આચાર્ય ડૉ.ડી.વી.દેસાઈ પ્રાઈઝ તથા આચાર્ય ચંદ્રવદન શાહ ગોલ્ડમેડલના અધિકારી બની કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત કરેલ જલવંત સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ અને ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ.શીતલ ગાંધી સર તથા ડો.પ્રીતિ ચૌહાણે ભંડારી પલકને શુભેચ્છા પાઠવી હતી.