દેશના પર્યટનને વેગ આપવા ગંગા ક્રુઝની જેમ હજુ વધુ જળ પ્રવાસ શરૂ કરવા હિતાવહ
ગંગા વિલાસ ક્રુઝને લઈને આંતરરાષ્ટ્રીય જગતમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે
એ વાત જાણીતી છે કે પૂર્વ એશિયાના તમામ નાના દેશો વિદેશી પ્રવાસીઓ દ્વારા જે વિદેશી હુંડિયામણ કમાય છે તેની સરખામણીમાં આપણે ઘણા પાછળ છીએ. પરંત ચિત્રની બીજુ બાજુ એ છે કે પ્રવાસન સંસ્કૃતિ તેની સાથે ઉપસંસ્કૃતિઓ લાવે છે. આ હોવા છતા વૈશ્વિકરણના યુગમાં વિદેશીરોકડ-નારાયણનું પોતાનું ગૌરવ છે, કેમ કે તેના અભાવથી શ્રીલંકા સહિત ઘણા દેશોએ પણ કોરોના સંકટ પછી ભોગવી હતી.
જાેકે, બનારસથી આસામ થઈને બાંગ્લાદેશ સુધીની લાંબી મુસાફરી પર વિશ્વની સૌથી લાંબી ક્રૂજ ‘ગંગા વિલાસ’નું લોન્ચિંગ એ બેશક ભારતીય પ્રવાસન જગતમાં એક નવીન પગલું છે. ‘ગંગા વિલાસ’ ક્રુઝ બિહાર, બનારસમાં ગંગાના રવિદાસ ઘાટથી રવાના બંગાળ અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ યાત્રાપ૧ દિવસમાં પૂર્ણ થશે અને વિવિધ રાજયોના પચાસ મહત્વના પ્રવાસન સ્થળો પરથી પસાર થશે.
આ દરમિયાન ભલે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો હોય પણ જયારે કોઈ સારી બાબત શરૂ થાય ત્યારે વાંકદેખાઓ તેની ઈષ્ર્યા કરતાં જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવા વિરોધની પરવાહ કરતા નથી. કેમ કે તેમને મન તો સૌનો સાથ સૌનો વિકાસ છે. આ ક્રુઝના માધ્યમથી પ્રવાસનને પ્રોત્સાહનની સાથે નદીઓ પણ જાણો કે જીવંત બને તો નવાઈ નહી. કેમ કે નદીઓ તો વર્ષોથી છે અને સાત નદીઓને જાેડતી આવી નવી પ્રવાસન પ્રવૃત્તિ શરૂ કરવાનું અન્ય સરકારોને કેમ ન સુઝયુ તે માટે તે સરકારોના વડાઓ જવાબદાર કહી શકાય. વર્તમાન સરકાર તો ખૂબ સારૂ જ કરી રહી છે અને તેમાં કોઈ મીનમેખ નથી.
સપા સુપ્રીમો અખિલેશ યાદવે તેના ઓપરેશનથી નિષાદ સમુદાયને થયેલા નુકસાન વિશે વાત કરી જેના પર ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે આ તર્કથી જાેઈએ તો શું નદી પર પુલ પણ ન બનાવવો જાેઈએ. નિઃશંકપણે, તાર્કિક આધાર પર કોઈપણ પગલાનો વિરોધ હોવો જાેઈએ, પરંતુ તેનું કારણ રાજકીય પૂર્વગ્રહ ન હોવો જાેઈએ.
જાેકે ગંગા વિલાસ ક્રુઝને લઈને આંતરરાષ્ટ્રીય જગતમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ પ્રવાસમાં સામેલ ૩૬ પ્રવાસીઓમાંથી ૩ર સ્વિટઝલેન્ડના છે અને આગામી બે વર્ષ માટે તેનું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે કેન્દ્ર સરકાર પણ ક્રુઝ માટે વર્લ્ડ કલાસ સુવિધાઓનો દાવો કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્રુઝમાં સવાર મુસાફરો ભારત અને બાંગ્લાદેશની ર૭ નદીઓ અને સાત નદીઓમાંથી પસાર થશે. કલકત્તા શિપયાર્ડ ખાતે બાંધવામાં આવેલ આ ક્રુઝને સ્વદેશી ટેકનોલોજી અને રાચરચીલું અને આર્કિટેકચર સાથે મોલ્ડ કરવામાં આવ્યું છે.
પ્રવાસ માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ તેમાં ઉપલબ્ધ છે. આ યાત્રાની યાત્રા પાંચ રાજયોમાંથી પસાર થયા બાદ પ૧ દિવસ પછી ડિબ્રુગઢમાં સમાપ્ત થશે. જેમાં બાંગ્લાદેશમાં ૧પ દિવસના સ્ટોપ ઓવરનો સમાવેશ થાય છે. જાેકે આ સમય દરમિયાન વિદેશી પ્રવાસીઓ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની મુલાકાત લે છે, રાષ્ટ્રીય ઉદ્યાનો અને રમણીય સ્થળોના સંપર્કમાં આવશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે વિદેશી પ્રવાસીઓ ગંગા-વિલાસ દ્વારા આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધતા સાથે જાેડાઈ શકશે.