PM મોદી લહેરિયા પાઘડીમાં કર્તવ્યપથ પર જોવા મળ્યા
નવી દિલ્હી, આજે ૨૬ જાન્યુઆરી તેમજ વસંત પંચમી છે. આવી સ્થિતિમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસ પરેડ સમારોહમાં આવ્યા ત્યારે તેમની ઝલક તેમના ડ્રેસમાં પણ જાેવા મળી હતી. તેમની પાઘડીમાં ત્રિરંગાની ઝલક જાેવા મળી હતી.
આ પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગયા વર્ષે પણ પીએમ મોદી અલગ અંદાજમાં જાેવા મળ્યા હતા. ગયા વર્ષે, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં, તેમણે ઉત્તરાખંડની પરંપરાગત ટોપી પહેરી હતી. આ ટોપી પર એક સ્ટ્રિપ હતી, તેના પર બ્રહ્મ કમલ લગાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, બ્રહ્મ કમલ ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ છે.
વર્ષ ૨૦૨૧માં પણ વડાપ્રધાને અલગ અને ખાસ પાઘડી પહેરી હતી. તે સમયે, રાજપથ (નવું નામ કર્તવ્ય પથ ) પર પીએમ મોદીએ જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટમાં આપેલી ‘હલારી પાઘડી’ પહેરી હતી. તે સમયે પણ તેમની પાઘડી ખૂબ ચર્ચામાં રહી હતી. વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો તે સમયે કોરોનાનો સમયગાળો હતો. જાે કે, કોરોનાને લઈને ઘણી સાવધાની રાખવામાં આવી રહી હતી. તે સમયે પણ પીએમ મોદી ગણતંત્ર દિવસની ઉજવણીમાં પાઘડીમાં જાેવા મળ્યા હતા.
તેમનો આ લુક પણ શાનદાર હતો. દર વખતની જેમ આ વખતે પણ તેમની ખૂબ ચર્ચા થઈ હતી. વર્ષ ૨૦૧૯માં પીએમ મોદીએ પહેરેલી પાઘડીને લઈને ખાસ ચર્ચા થઈ હતી. કારણ કે આ પાઘડીમાં કેસરી રંગ પણ સામેલ હતો.
પીએમ મોદીની પાઘડીમાં સામાન્ય રીતે પીળો કે કેસરી રંગ હોય છે. આ સ્ટાઈલ લોકોને ઘણી પસંદ આવી હતી. વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન મોદી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હંમેશાંની જેમ અલગ પાઘડી પહેરીને આવ્યા હતા. તે સમયે તેમણે બહુરંગી પાઘડી પહેરી હતી. આ પાઘડી તેમના પણ સારી લાગી રહી હતી.SS1MS