હિંદી ફિલ્મોનો ફુગ્ગો ફૂટવાની તૈયારીમાં છે: નસીરુદ્દીન શાહ
મુંબઈ, બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે આજકાલની ફિલ્મોમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ બંધ થઈ ગયો હોવા પર દુઃખ વ્યક્ત કરવાની સાથે જલદી જ બોલીવુડનો ફુગ્ગો ફૂટી જશે તેવો દાવો કર્યો. બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે હિંદી ફિલ્મોમાંથી ઉર્દૂ ભાષા ગાયબ થવા પર ચિંતા વ્યક્ત કરી છે.
સમય સાથે પરિવર્તન જરૂર હોવાનું કહેતા નસીરુદ્દીન શાહે દુઃખ સાથે જણાવ્યું કે, ‘હવે ફિલ્મોમાંથી કન્ટેન્ટ ગાયબ થઈ રહ્યું છે, ફિલ્મોમાં સંવાદો બદલાઈ રહ્યા છે અને ઉર્દૂ ગાયબ થઈ રહી છે. ફિલ્મોમાં અલગ-અલગ ધર્મોની મજાક ઉડાવવામાં આવે છે, ફિલ્મોએ શીખો, ખ્રિસ્તીઓ કે મુસ્લિમો કોઈને છોડ્યા નથી.
જશ્ન-એ-રેખ્તા ૨૦૨૨’માં આવેલા નસીરુદ્દીન શાહનું કહેવું હતું કે, ‘સમયની સાથે હિન્દી ફિલ્મોની ભાષા ખૂબ જ ખરાબ રીતે બદલાઈ ગઈ છે.’ તેમણે કહ્યું કે, ભાષાનો સત્યાનાશ થઈ રહ્યો છે. તેમનું કહેવું હતું કે, હવે તો અભદ્ર શબ્દો હોય છે. તેમના કહેવા મુજબ, હિંદી સિનેમામાં ક્યાં કંઈ સુધારો થયો છે.
આજે આપણી ફિલ્મોમાં ઉર્દૂ ક્યાં સાંભળવા મળે છે. અગાઉ આપણને સેન્સર બોર્ડના સર્ટિફિકેટ પર ઉર્દૂ જાેવા મળતું હતું. કારણ કે કવિતા અને ગીતો ઉર્દૂમાં હતા. તદુપરાંત, ફિલ્મોમાં પારસી થિયેટરના લેખકો હતા, પણ આજે બધું બદલાઈ ગયું છે. સિનેમાની બદલાયેલી ભાષા પર દુઃખ વ્યક્ત કરતાં નસીરુદ્દીન શાહે કહ્યું, ‘હવે તો અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્મના શીર્ષકોની કોઈને ચિંતા જ નથી.
મોટાભાગના શીર્ષકો જૂના ગીતોમાંથી કોપી કરવામાં આવે છે. નસરુદ્દીન શાહે ફિલ્મોમાં વિવિધ ધર્મોની મજાક ઉડાવવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓનું કહેવું હતું કે, ‘તેઓએ (બોલીવૂડએ) શીખો, ખ્રિસ્તીઓ, પારસીઓની મજાક ઉડાવી છે.
ફિલ્મોમાં, મુસ્લિમો હીરોના શ્રેષ્ઠ મિત્રની ભૂમિકા ભજવતા હતા, જે તેને બચાવતા પોતાનો જીવ આપી દે છે. આ રીતે ફિલ્મોએ એક સ્ટીરિયોટાઇપ બનાવી દીધું છે.’ તાજેતરમાં ‘કુત્તે ‘ ફિલ્મમાં જાેવા મળેલા નસીરુદ્દીન શાહે કહ્યું કે, હવે હિન્દી ફિલ્મોમાં કન્ટેન્ટની અછત છે.
મારો દાવો છે કે અમારી ફિલ્મો આખી દુનિયામાં જાેવામાં આવે છે. જેમ આપણું ભારતીય ભોજન આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. કારણ કે તેનો સ્વાદ છે, જ્યારે હિન્દી ફિલ્મોનો ફુગ્ગો ફૂટવાનો છે કારણ કે તેમાં કન્ટેન્ટનો અભાવ છે. નસીરુદ્દીન શાહની ફિલ્મ ‘કૂત્તે’ ૧૩ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તેમની સાથે તબ્બુ, અર્જુન કપૂર અને રાધિકા મદાન પણ છે.
વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજના ડેબ્યુ ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિસ્ઝાસ્ટ સાબિત થઈ છે. નસીરુદ્દીન શાહ અગાઉ ઓટીટી રીલિઝ ‘ગહરાઈયાં’ અને તે પહેલા ‘રામપ્રસાદ કી તેરહવી’માં જાેવા મળ્યા હતા.SS1MS