ન્યૂમોનિયાથી પીડાઈ રહેલી બાળકીને અંધવિશ્વાસુ પરિવારે ૫૧ વાર ડામ આપ્યા

શહડોલ, આદિવાસી જિલ્લા શહડોલમાં ડામ આપવાની કુપ્રથા આજે પણ પ્રચલિત છે. શહડોલમાં અંધવિશ્વાસના કારણે કેટલાય માસૂમોનો જીવ જાેખમાયો છે, સારવારના નામે કુમળા બાળકોને લોખંડના ગરમ સળિયાથી ડામ આપવામાં આવે છે.
જિલ્લામાં આવા કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણે માસૂમ બાળકીની જિંદગી ખતરામાં છે.
ન્યૂમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફથી ત્રણ મહિનાની બાળકી પીડામાં છે. તેના અંધવિશ્વવાસુ પરિવારે તેને પહેલા ડૉક્ટર પાસે લઈ જવાના બદલે ૫૧ વખત ડામ આપ્યા હતા. પેટ પર માસૂમ બાળકીને ડામ અપાયા હતા. જાેકે, તેની સ્થિતિ ના સુધરતાં છેવટે પરિવાર તેને શહડોલ મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. ત્રણ મહિનાની બાળકી રુચિતા કૌલ જન્મ બાદથી જ બીમાર રહેતી બતી.
ન્યૂમોનિયા અને ધબકારા ઝડપથી ચાલતા હોવાની સમસ્યા થઈ ત્યારે પરિવારે સારવારના નામે તેને ગરમ સળિયાથી ૫૧ વાર ડામ આપ્યા. જેના કારણે તેની સ્થિતિ વધુ નાજુક થઈ હતી. તબિયત લથડતી જાેઈને પરિવારે બાળકીને શહડોલ મેડિકલ કોલેજમાં દાખલ કરી.
જ્યાં હાલ શિશુ વિભાગમાં તેની સારવાર ચાલી રહી છે. બાળકીની હાલત ગંભીર છે. અહેવાલ પ્રમાણે, શહડોલ જિલ્લામાં ડામ આપવાની કુપ્રથા વર્ષોથી ચાલી આવી છે. માસૂમ બાળકો બીમાર થાય ત્યારે પરિવાર તેને સારવાર માટે ડૉક્ટર પાસે નથી લઈ જતો. સારવાર કરાવવાને બદલે તેને ગરમ લોખંડનો સળિયા ચાંપી દેવામાં આવે છે. આ કારણે કેટલાય બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે.
આ કુપ્રથા રોકવા માટે તંત્ર તરફથી લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેની અસર થતી દેખાઈ નથી રહી. શહડોલના કમિશનક રાજીવ શર્માનું કહેવું છે કે, ડામ આપવાની આ કુપ્રથા સામે અભિયાન ચલાવાઈ રહ્યું છે. ગ્રામજનોનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ તરફ બાળકીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.SS1MS