મોટી ઇસરોલમાં ઇચ્છાપૂર્તિ રામદેવજી મંદિરે ત્રણ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા રંગેચંગે સંપન્ન
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે રામદેવજીની અખંડ જ્યોત સાથે મોટી ઇસરોલમાં આરસના નવ નિર્મિત ઇચ્છાપૂર્તિ રામદેવજી મંદિરે ત્રણ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો છે. આ મહોત્સવ દરમિયાન ઇચ્છાપૂર્તિ રામદેવજી ભગવાનની મૂર્તિ,અર્બુદા માતાજીની મૂર્તિ,હરસિધ્ધિ માતાજી અને લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિની ધામધૂમથી અને ઉમંગભેર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે મોટો માનવ મહેરામણ ઉમટ્યો હતો અને પ્રતિષ્ઠા બાદ પ્રથમ આરતી અને દર્શનનો લ્હાવો લીધો.ઉમેદપુરના આગેવાનો દ્વારા અખંડ જ્યોતનું બાબાના મંદિરે રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા,સંતો,મહંતો,ભક્તો અને મોટી જનમેદની ની ઉપસ્થિતિ લમાં સ્થાપન કરાયું ત્યારે રામદેવજીના જય જયકાર સાથે અંતરિક્ષ ગુંજી ઉઠ્યું હતું..આચાર્યપદે જીતપુર નિવાસી અશ્વિનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાળિયુગના હાજરાહજૂર ભગવાન રામદેવજીનાં રામદેવરા-રણુંજા ખાતેથી લાવવામ આવેલ અખંડ જ્યોત ઉમેદપુર(જી)ગામના મંદિરે લાવી ત્યાં ૧૫ દિવસ સુધી ભજન,કીર્તન અને સત્સંગ સાથેના ધામધૂમથી જાળવવામાં આવી હતી ઉમેદપુર ગ્રામજનોએજીવની જેમ સાચવેલી આ જ્યોતની પહેલા ઉમેદપુર ગામમાં શોભાયાત્રા કાઢી ઉમંગભેર મોટી ઈસરોલ ગામે લવાઈ હતી જ્યાંઇચ્છાપૂર્તિ રામદેવજી મંદિરેમાં આ અખંડ જ્યોતનું સ્થાપન કરાયું હતું.ત્રણ દિવસીય આ મહોત્સવ દરમિયાન મોટો જન સમુદાય ઉમટ્યો હતો અને આ અવસરને સફળ બનાવવા મોટી ઇસરોલના,વડીલો,યુવાનો , ગ્રામજનો તેમજ સૌ આબાલવૃદ્ધ ગ્રામજનોએ સતત રાતદિવસ જાેયા વિના સેવાઓ આપી ભારે જહેમત ઉઠાવી હતી.